ETV Bharat / city

સુરતમાં 66 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 5 ઈંચ વરસાદ પડતા 26 સ્થળે ઝાડ ધરાશાયી - લિંબાયત વિસ્તારમાં મિલન નગરમાં કાચા મકાન પર ઝાડ ધરાશાયી

તૌકતે વાવાઝોડાની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. ત્યારે આ વાવાઝોડાના કારણે સુરત શહેરમાં 24 કલાક દરમિયાન 5 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વહેલી સવારે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તો મોડી રાત્રે ડુમ્મસ, અઠવા અને દરિયાકાંઠા વિસ્તારમાં 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.

સુરતમાં 66 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 5 ઈંચ વરસાદ પડતા 26 સ્થળે ઝાડ ધરાશાયી

author img

By

Published : May 18, 2021, 3:05 PM IST

  • સુરતમાં વહેલી સવારથી 66 કિમીની ઝડપથી પવન ફૂંકાયો
  • મંગળવારે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે
  • ડુમ્મસ, અઠવા અને દરિયાકાંઠા વિસ્તારમાં પવન ફૂંકાયો

સુરતઃ તૌકતે વાવાઝોડાની અસરને પગલે શહેરમાં 24 કલાક દરમિયાન 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે વહેલી સવારે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે મોડી રાત્રે ડુમ્મસ, અઠવા અને દરિયાકાંઠા વિસ્તારમાં 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. મંગળવારે પણ વાવાઝોડાની અસર શહેરમાં દેખાઈ રહી છે અને હવામાન ખાતા મુજબ આજે પણ શહેરમાં ભારે વરસાદ પડી શકે. દરિયાકાંઠા વિસ્તારમાં પ્રતિ કલાકથી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ સુરતમાં તૌકતે વાવાઝોડાની અસરના કારણે વરસાદ શરૂ

2 ઈંચ વરસાદ વર્ષ 1974માં નોંધાયો હતો

વાવાઝોડાની અસરના કારણે એક જ દિવસમાં ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરના અઠવા સેન્ટ્રલ, રાંદેર, ઉધના અને વરાછામાં 2 ઈંચ, જ્યારે કતારગામ, લિંબાયતમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં એક જ દિવસમાં 2 ઈંચ વરસાદ વર્ષ 20 મે 1974માં નોંધાયો હતો. મંગળવારે પણ સોમવારની જેમ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડાની અસર દરિયાપટ્ટી વિસ્તારમાં વધુ થાય તે માટે લોકોનો અગાઉથી જ સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ તૌકતેથી ગાંધીનગરમાં વરસાદ અને પવન ફૂંકાવવાની શક્યતાઓ, કાચા મકાનમાં રહેતા લોકોને ખસેડાયા

સુરતમાં કુલ 29 જગ્યાએ ઝાડ પડ્યા

છેલ્લા 12 કલાક દરમિયાન જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 29 જગ્યાએ ઝાડ પડ્યા છે. સૌથી વધુ ઝાડ સેન્ટ્રલ ઝોનમાં ધરાશાયી થયા છે. ફાયર વિભાગ દ્વારા રોડ રસ્તા બ્લોક એ જે હોય એવા ઝાડ કાપી તેને સાઈડ પર કરી રોડ રસ્તા ખૂલ્લા કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. અનેક સ્થળે દબાયેલા વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. પવન હોવાના કારણે હજી પણ બોર્ડનો મોટા પોસ્ટરો કાચા મકાનના પતરાં હવામાં ઉડી રહ્યા છે. તો લિંબાયત વિસ્તારમાં મિલન નગરમાં કાચા મકાન પર ઝાડ ધરાશાયી થતા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે પવનથી ઝાડ ધરાશાયી થતાં રાત્રે દોડધામ થઈ હતી. જ્યારે ફાયર વિભાગે ઝડપી કામગીરી હાથ ધરી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.