ETV Bharat / city

સુરત: મેડિકલ ક્ષેત્રમા વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે ક્યાં દેશમાં છે સારા વિકલ્પો? - મેડિકલ એજ્યુકેશન

દેશના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી સમસ્યા છે કે, એક તરફ દેશમાં કરોનાને કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી થઇ છે, ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં ભણવા માંગે છે. અગાઉ મેડિકલ ક્ષેત્ર માટે તેઓ ચીનની પસંદગી કરતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી ચીનમાં કોરોનાની સ્થિતિ અને બંને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિને લઈ હવે વિદ્યાર્થીઓ મેડિકલના ભણતર માટે કયા દેશોને પસંદ કરી શકે, જે વાલીઓને ઓછા ખર્ચમાં મેડિકલનું ભણતર પણ પૂર્ણ થઈ જાય. આ માટે સુરત શહેરના બે શિક્ષણ શાસ્ત્રીઓએ જાણકારી આપી છે.

સુરત
સુરત
author img

By

Published : Jul 6, 2021, 4:05 PM IST

  • કોરોનાની સ્થિતિના કારણે પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની
  • ભારત કરતાં અન્ય દેશોમાં મેડિકલ અભ્યાસ સસ્તું
  • ઘણા દેશો એન્ટ્રન્સ ટેસ્ટ પણ લેતા નથી

સુરત: કોરોના કાળમાં અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ હજુ પણ ગંભીર છે, જેમાં ચીન પણ શામેલ છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રમાં ભણવા માંગતા હોય છે, પરંતુ કોરોનાની સ્થિતિના કારણે પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. જેથી તેઓ ભારતની મેડિકલ કોલેજમાં એડમીશન લઇ શકે તેવી સ્થિતિ પણ નથી. પરંતુ આવા વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે, તેઓ ઓછા બજેટમાં વિદેશમાં જઈને મેડિકલ કોલેજમાં ભણી શકે છે. ઓછા ખર્ચમાં મેડિકલ નું ભણતર વિદેશમાં મેળવી તેઓ ફરી ભારત પણ આવી શકે છે. આવા અનેક દેશ છે જ્યાં એન્ટ્રન્સ ટેસ્ટ પણ નથી અને માત્ર 25થી લઇ 50 લાખ ફી આપી ભણતર પૂર્ણ કરી MBBSની ડિગ્રી ભારતના વિદ્યાર્થીઓ મેળવી શકે છે.

વિદેશ અભ્યાસ માટે એક્સપર્ટે આપી માહિતી

આ પણ વાંચો: વિદેશ જવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, યુનિવર્સિટીના નહીં ખાવા પડે ધક્કા

MBBS ઉપરાંત પણ અનેક મેડિકલના વિકલ્પ

શિક્ષણવિંદ અને ફોરેન લેંગ્વેજની એક્સપર્ટ પ્રીતિ વશિષ્ઠએ જણાવ્યું હતું કે, ચીન ઉપરાંત ઘણા દેશો વિદ્યાર્થીઓ માટે વિકલ્પ તરીકે છે. યુરોપ એક સારો વિકલ્પ છે, હંગેરી, જર્મની, જોર્જિયા અને રશિયાના આસપાસના જે દેશો છે ત્યાંના તમામ મેડિકલ કોલેજમાં ચીનની જેમ જ ફી લેવામાં આવે છે. કઝાકિસ્તાન, યુક્રેન અને રશિયા જેવા તમામ દેશોમાં મેડીકલ ક્ષેત્રમાં ખૂબ જ સંભાવનાઓ રહેલી છે. MBBS ઉપરાંત પણ અનેક મેડિકલના વિકલ્પ વિદ્યાર્થીઓને મળતા હોય છે. જેમાં બાયોમેડિકલ સ્ટડી, બાયો ટેકનિકલ સાયન્સ, મર્ક્યુલર બાયોલોજી, ડેન્ટીસ્ટ્રી, ફાર્મસી અને નર્સિંગ શામેલ છે. ઘણા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ આપવા નથી માંગતા તેઓ માટે અનેક દેશો એવા છે જે વગર એન્ટ્રન્સ ટેસ્ટ એડમિશન આપે છે. ઘણા કેસોમાં બેચલર અને માસ્ટર કોર્સ પણ સાથે હોય છે. સાતથી આઠ વર્ષની જગ્યાએ ચારથી પાંચ વર્ષમાં સંપૂર્ણ કોર્ષ પૂરો કરી ડોક્ટર બની જવાય છે.

યુરોપમાં MCI એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારીઓ પણ તેઓ કરાવે છે

યુરોપની MCI એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારીઓ પણ તેઓ કરાવે છે. ઘણા દેશો એવા છે કે, જ્યાં ભણવાની જગ્યાઓ છે પરંતુ સેટલમેન્ટ ઓપ્શન હોતા નથી જેથી ફરી ભારત પરત આવવું પડે છે અને વિદ્યાર્થીઓને MCIની પરીક્ષા આપવી પડતી હોય છે. ત્યારબાદ પોતાની ડિગ્રીને ભારતમાં માન્યતા પ્રાપ્ત કરાવવી પડે છે, જેથી જો યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારીઓ પણ સાથે કરાવી દે તો વિદ્યાર્થીઓને રાહત મળે છે. યુએસ માટે કાપ્લાન USMI, કેનેડા માટે MCQE વન જેવા ઘણા એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે, જેના થકી ડિગ્રીને માન્યતા મળતી હોય છે.

યુરોપમાં ઓફ લાઇન સ્ટડી શરૂ

અત્યારે ભલે અનેક દેશોમાં કોરોનાની સ્થિતિ સારી હોય, પરંતુ જો કોઈ વિદ્યાર્થીને વિદેશ જઈ મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવું હોય તેના માટે તેમણે જણાવ્યું હતું કે, યુરોપ સૌથી સારો વિકલ્પ છે, કારણ કે ત્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ વેકસીનેશન થઈ ગયું છે, વસ્તી પણ ઓછી છે. ઓફલાઈન સ્ટડી પણ શરૂ થઈ ગઈ છે સાથે લોકો જોબ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કોરોના રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લઈ શકશે

ઘણા દેશોમાં એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની જરૂરિયાત હોતી નથી

ફોરેન સ્ટડીના એક્સપર્ટ અભિષેક શર્માએ જણાવ્યું હતું કે, મેડિકલ ક્ષેત્રમાં જવા માટે સૌથી પહેલાં ચીનની વાત કરવામાં આવે તો ત્યાં ઓછા રેન્કિંગ વાળા ઇન્સ્ટિટ્યૂટમાં 25 લાખ અને સૌથી સારી યુનીવર્સીટીમાં 50 લાખ સાથે વિદ્યાર્થીઓ MBBS કરી શકે છે. રશિયા, ચીન, જોર્જિયા જેવા જેવા ઘણા દેશોમાં ત્યાં એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની જરૂરિયાત હોતી નથી. માત્ર નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવે છે. શરૂઆતના બે વર્ષમાં જ્યારે થિયરી બનાવવામાં આવતી હોય છે ત્યારે તેની ફી ઓછી હોય છે, પરંતુ પ્રેક્ટીકલ જ્યારથી શરૂ થાય તે વર્ષની સૌથી વધારે ફી લેવામાં આવે છે. ભારતના મુકાબલે આ દેશોમાં મેડિકલ ડિગ્રી મેળવવી ખૂબ જ સસ્તી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.