- પશ્ચિમ રેલવેની (Western Railway) 302 ટ્રેનોના ભાડામાં 20 ટકાથી વધુનો ઘટાડો કરાયો છે
- રેગ્યુલર ટ્રેન (Regular Train) તરીકે તમામ ટ્રેનો નિયત ટાઈમ ટેબલ મુજબ દોડવા આવી રહી છે
- પશ્ચિમ રેલવેના (Western Railway) આ નિર્ણય બાદ પ્રવાસીઓ અનુભવી રહ્યા છે રાહત
સુરત: સુરત મહત્ત્વનું રેલ્વે સ્ટેશન (Railway Station) છે. અહીં દરરોજ એક લાખથી વધુ પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે. દરરોજ 200થી વધુ ટ્રેનો સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર હોલ્ટ કરતી હોય છે. આથી અંદાજ લગાવી શકાય કે, સુરત ગુજરાતનું વ્યસ્ત રેલ્વે સ્ટેશનમાંથી (Busy Railway Station) એક છે. પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા સ્પેશિયલ ટ્રેનો (Special Train) રેગ્યુલર ટ્રેન (Regular Train) તરીકે આજથી દોડવા લાગી છે. એટલું જ નહીં ભાડામાં પણ 20 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પેસેન્જર લોકલ ટ્રેનો (Local Trains) પણ રેગ્યુલર શરૂ થઈ ચૂકી છે. સરકારના આ નિર્ણય પછી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો- રેલવે પ્રધાનની મહત્વની જાહેરાત, કોરોના દરમિયાન વધારવામાં આવેલા ભાડામાં થશે ઘટાડો
લોકોએ નિર્ણયને આવકાર્યો
આ અંગે એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, સરકારનો નિર્ણય આવકારદાયક છે. કોરોના કાળ (Corona Period) દરમિયાન તમામ જગ્યા બંધ હતી. ત્યારે સ્પેશિયલ ટ્રેન (Special Train) શરૂ કરવામાં આવી હતી. જોકે, હવે કોરોનાના કેસ (Corona Cases) ઓછા થયા છે. સરકાર અને પશ્ચિમ રેલવેએ (Western Railway) જે નિર્ણય લીધો છે કે, જે સ્પેશિયલ ટ્રેનો (Special Train) છે. તે સામાન્ય થઈ જશે અને કોરોના પહેલા જે ટ્રેનનો ચાલતી હતી. તે રેગ્યુલરાઈઝ્ડ થઈ જશે. આ ઉપરાંત 20 ટકા ભાડું પણ ઘટાડવામાં આવ્યું છે. આ તમામ નિર્ણય આવકાર્ય છે.
આ પણ વાંચો- અમદાવાદ રેલવેએ ટિકિટ વગરના 26,962 મુસાફરો પાસેથી દંડ વસુલ્યો, કરી આટલી કમાણી
દિવાળી સમયમાં આવી રાહત મળે તે મોટી વાત છે
તો અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, રેલવેનો આ નિર્ણય સારો છે. દિવાળી સમયમાં 20 ટકાની રાહત પ્રવાસીઓને મળે આ મોટી બાબત છે. કોરોના કાળ (Corona Period) જેવી પરિસ્થિતિમાં એકસાથે 20 ટકાનો ઘટાડો થતા ખૂબ જ રાહત મળશે.