સુરતઃ સચિન સી.એન.જી.પમ્પ નજીક આવેલા ખુલ્લા પ્લોટના વેસ્ટેઝ ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બનતા નાસભાગ મચી હતી. ઘટનાની જાણકારી સ્થાનિક લોકો સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા સુરત ભેસ્તાન અને સચિન મથકની ગાડીઓ સહિત ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
આગના પગલે ધુમાડાના ગોટેગોટા પ્રસરતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જો ફાયરે તાત્કાલિક ઘટના સ્થળે પોહોચી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. ખુલ્લા પ્લોટમાં કાપડની ચીંડી અને પ્લાસ્ટિક ભંગારનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.