ETV Bharat / city

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હરીપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા, 14 ગામ સંપર્ક વિહોણા - haripura causeway

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બારડોલી તાલુકાના કડોદ નજીક તાપી નદી પર બનેલો હરીપુરા કોઝવે ફરી એક વખત પાણીમાં ડૂબ્યો છે. જેને કારણે માંડવી અને બારડોલી તાલુકાના વાહન વ્યવહારને અસર પહોંચી છે. કોઝવે પાણીમાં ડૂબી જતાં માંડવી તાલુકાના 14 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.

 haripura causeway
haripura causeway
author img

By

Published : Sep 21, 2020, 4:38 PM IST

સુરત: ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડોદ નજીક તાપી નદી ઉપર આવેલો હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે માંડવી અને બારડોલી તાલુકાનો વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ઉકાઈ ડેમના કેચમેંટ એરિયામાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.જેથી તાપી નદીની જળ સપાટીમાં વધારો થતાં બારડોલી તાલુકાના કડોદ નજીક તાપી નદી ઉપર આવેલ હરીપુરા કોઝવે ફરી એકવખત પાણીમાં ગરકાવ થતાં કોઝવે બંધ કરવામાં આવ્યો છે.

કોઝવે બંધ થવાથી બારડોલી અને કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ગવાછી, ગોદાવાડી, ખરોલી સહિતના 14 ગામોના લોકોની હાલત દયનીય બની છે. કોઝવે પર પાણી ફરી વળતા સામે પારના ગામોએ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

નદી પારના ગામડાના લોકોએ દર વર્ષે આ હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ છતાં તંત્ર કે સ્થાનિક નેતાઓ તેમની કોઈ સંભાળ રાખતા નથી. વર્ષમાં અનેક વખત બારડોલી અને માંડવી તાલુકાને જોડતો કોઝવે પાણીમાં ડૂબી જતો હોય છે. હજારો લોકો તેનાથી પ્રભાવિત થાય છે. તંત્ર પર તેની કોઇ અસર વર્તાતી નથી. લાંબા સમયથી લોકો ઊંચો પુલ બને તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.