- VNSGUના સેનેટ સભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત જર્મનીની સરકારને પત્ર લખ્યો
- ભારતના વિદ્યાર્થીઓને જર્મનીમાં પ્રવેશ ન અપાતા સેનેટ સભ્યએ લખ્યો હતો પત્ર
- વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓનું કોરોના વેક્સિનેશન પૂર્ણ થયું હોવાનો પત્રમાં ઉલ્લેખ
સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના સેનેટ સભ્ય મનીષ કાપડિયાએ જર્મની ભણવા જતા વિદ્યાર્થીઓની સમસ્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જર્મનીના MBC અને જર્મનીની સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતના અનેક વિદ્યાર્થીઓ જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ માટે જશે. તે માટે તેમણે વેક્સિનેશન પણ કરાવી લીધુ છે. વિદ્યાર્થીઓના વિઝા પણ પાસ થઈ ગયા છે અને કેટલાક વિદ્યાર્થીઓએ ફી પણ ભરી દીધી છે. તેમ છતાં જર્મનીમાં ભારતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી અને ત્યાં રેસીડેન્સી માટે પણ પ્રવેશ માટે જગ્યા આપવામાં આવી નથી. એટલે વિદેશ જતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે.
આ પણ વાંચો- Gujarat Universityમાં એવીએસન અને એરોનોટિક્સ કોર્ષ શરૂ થશે
વિદેશની સરકારે ભારતના વિદ્યાર્થીઓને નથી આવવા દેતી
ભારત દેશમાં હાલ કોરોના કેસમાં ઘટાડો થયો છે ત્યારે દેશના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા હોય છે, પરંતુ દેશના ઘણા બધા વિદ્યાર્થીઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા બધી જ તૈયારીઓ કરી લીધી છે. વિદેશ જતા વિદ્યાર્થીઓએ વેક્સિનના 2 ડોઝ પણ લઈ લીધા છે. આ વિદ્યાર્થીઓના વિઝા પણ પાસ થઈ ગયા છે, પરંતુ અન્ય દેશની સરકાર દ્વારા દ્વારા આ વિદ્યાર્થીઓને કોરોના મહામારીને કારણે પ્રવેશ આપવામાં આવતો નથી અને એના કારણે વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો- ચીનમાં MBBSનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ ન થતું હોવાથી પરેશાન
વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરીઃ સેનેટ સભ્ય
VNSGUના સેનેટ સભ્ય મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આપણા દેશના ઘણા બધા વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે. તેવા વિદ્યાર્થીઓ હાલ કોરોનાને કારણે આપણા દેશમાં ફસાયા છે. આવા વિદ્યાર્થીઓના વિઝા પણ પાસ થઈ ગયા છે, પરંતુ આવા વિદ્યાર્થીઓને જર્મનીમાં રેસિડેન્ટ પરમિશન આપવામાં આવી નથી. કેટલાક વિદ્યાર્થીઓએ તો પોતાની ફી પણ ભરી દીધી છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓની તો થોડા દિવસ પછી પરીક્ષા પણ છે. તો આવા વિદ્યાર્થીઓ માટે મેં દેશના વડાપ્રધાન, જર્મનીના MBC અને જર્મનીની સરકારને પત્ર લખ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે.