સુરત: ધંધુકામાં સામાન્ય બાબતે કિશન ભરવાડ નામના વ્યક્તિની જાહેરમાં ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી હતી. જેનો પડઘો ધંધુકાથી સુરત સુધી પહોંચ્યો છે. શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળમાં ખુબ જ રોષ જોવા મળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોચીં કલેક્ટરને આવેદનપત્ર (Surat Vishwa Hindu Parishad) આપીને રજૂઆત કરી હતી. સાથે જ ગુનેગારોને ફાંસી આપવામાં આવે તેવા માગ સાથે સુત્રોચાર કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત મિરઝાપુર તરફ...! ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું મટોડા
આ પણ વાંચો: Dhandhuka Murder Case: ફેસબૂક પોસ્ટને લઈને કરાયેલી હત્યામાં બે સાથે મુખ્ય આરોપીની પણ કરાઈ ધરપકડ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પોતાની રીતે પગલાં લેશ
ધંધુકામાં જે બનાવ બન્યો એમાં સામાન્ય બાબતમાં જે ગૌરક્ષાનું કામ કરતા હતા. એમાં મૌલાવીઓની સંડોવણી પણ બહાર આવી છે અને મુસ્લિમના ઘણા સંગઠનોની સંડોવણી બહાર આવી છે. સરકારને નમ્ર વિનંતી છે કે, આવા લોકોને ઝડપથી પકડે. ફાસ્ટેજ કોર્ટમાં એનો ઝડપથી કેસ ચાલવામાં આવે અને ઝડપથી આવા લોકોને ફાંસી મળે. જો આવા લોકોને ફાંસી નહીં આપવામાં આવે તો ગોધરાકાંડ પછી જે હત્યાઓ થઇ હતી અને રોડ ઉપર મુસ્લિમોને રહેવું પડ્યું હતું એવી પસ્થિતિ ન આવે. મુસ્લિમોને અમારી ચેતવણી છે કે ચેતી જાવ, આવી ઘટનાઓ કરવાનું બંધ કરો. હિન્દુ સમાજ જોડે જે અન્યાય થઇ રહ્યો છે. એનું સરકારને અમે આવેદન આપી એક જ વાર આપીએ છીએ. બાકી વિશ્વ હિન્દુ પરિસદ અને બજરંગદળ પોતાની રીતે પગલાં લેશે.