ETV Bharat / city

વિરેન્દ્ર સેહવાગે સુરત સિવિલ હોસ્પિટલના એક દર્દીના બર્થ ડેનો વીડિયો કર્યો શેર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પોતાના ફેસબુક પેજ ઉપર સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ડોક્ટરોના વખાણ કર્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના બર્થ ડેનો વીડિયો શેર કરી તેઓએ 'હેટ્સ ઓફ ટુ અવર હેલ્થ વર્કર' એવી પોસ્ટ લખી છે.

author img

By

Published : Apr 26, 2021, 4:13 PM IST

Updated : Apr 26, 2021, 5:36 PM IST

દર્દીના બર્થ ડેનો વીડિયો કર્યો શેર
દર્દીના બર્થ ડેનો વીડિયો કર્યો શેર
  • ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પોતાના ફેસબુક પેજ ડોક્ટરોના કર્યા વખાણ
  • દર્દીના બર્થ ડેનો વીડિયો કર્યો શેર
  • ડોક્ટર અને હેલ્થ વર્કરની ભાવના જોઈને કર્યા વખાણ

સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સુરતમાં આવેલી છે. અહીં હાલના દિવસોમાં માત્ર સુરત જ નહીં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના 3 જિલ્લાઓના કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. તમામ સુવિધાઓ હાલ કોરોના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવી રહી છે. 24 કલાક અહીં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ટીમ કાર્યરત છે.

દર્દીના બર્થ ડેનો વીડિયો કર્યો શેર
દર્દીના બર્થ ડેનો વીડિયો કર્યો શેર

આ પણ વાંચો: લોકડાઉનમાં પંકજ ત્રિપાઠી ચાહકો સાથે રસપ્રદ રીતે જોડાયા

સહેવાગે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો વીડિયો

માનસિક અને શારીરિક તણાવ વચ્ચે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવા કરી રહ્યા છે, એટલું જ નહીં પરિવારથી દૂર સારવાર મેળવી રહેલા દર્દીઓને પોતાપણાનો ભાવ આપવા માટે ડોક્ટરો અને પ્રયાસ પણ કરી રહ્યા છે. હાલના દિવસોમાં એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ડોક્ટરો અને હેલ્થ વર્કર સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. આ વીડિયો દેશના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે.

આ પણ વાંચો: સુરતમાં પહેલા તબક્કામાં 28500 હેલ્થ વર્કરોને રસી અપાશે

ડોક્ટર અને હેલ્થ વર્કરની ભાવના અને પ્રતિબદ્ધતા હૃદયકારક

આ વીડિયો વિરેન્દ્ર સેહવાગને આટલી હદે ગમી ગયો કે, વીડિયો શેર કરવાની સાથે તેને નવી સિવિલ હોસ્પિટલ અને ત્યાં કાર્યરત હેલ્થ વર્કર્સના વખાણ પણ કર્યા હતા. તેઓએ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે કે 'હેટ્સ ઓફ અવર હેલ્થ વર્કર્સ'. હેલ્થ વર્કર્સના વખાણ સાથે તેમને પ્રોત્સાહિત કરતા વિરેન્દ્ર સહેવાગે લખ્યું છે કે, આવા સમયે જ્યારે અમે અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે અમારા ડોક્ટર અને હેલ્થ વર્કરની ભાવના અને પ્રતિબદ્ધતા હૃદયકારક છે.

Last Updated : Apr 26, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.