સુરત: શહેરના સગરામપુરાના 201 ઘરના સભ્યો મળીને આજે અશાંતધારાને(Ashant Dhara Act Violation) લઈને મોરચો લઇ કલેકટર ઓફિસે પોહચ્યાં હતા. આ દરમિયાન સભ્યોએ કલેકટરને રજૂઆત કરી હતી. તેમના વિસ્તારમાં ચાલતા હોસ્પિટલના વાતાવરણને લઈને વિરોધ(Protest over hospital environment) કર્યો હતો. હોસ્પિટલનો છેલ્લા દોઢ વર્ષથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Ashant Dhara Act Violation : મહિલાઓ જૈનોના ઘરે જઈને પુછે છે કે - "શું તમારે..."
દોઢ વર્ષથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ - સુરત શહેરના સગરામપુરાના 201 ઘરના સભ્યો મળીને આજે અશાંતધારાને લઈને મોરચો લઇ કલેકટર ઓફિસે(Collector office surat) પોહચ્યા હતા. આ બાબતે તમામ સભ્યોએ કલેકટરને રજૂઆત કરી હતી. તેમના વિસ્તારમાં ચાલતા હોસ્પિટલના વાતાવરણને લઈને કાયમ કર્મચારીઓનું ઘોંઘાટ લઇને આસપાસના લોકો કાયમ મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં બનાવવામાં આવેલી હોસ્પિટલ જ ખોટી જગ્યા બનાવવામાં આવી છે. હોસ્પિટલનો છેલ્લા દોઢ વર્ષથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
શું છે કાયદો? - સ્થાનીક મિલ્કત પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તરોમાંથી ભાડૂઆતઓને ખાલી કરાવામાંથી રક્ષણ(Ashant Dhara Permission) આપવા અંગે ગુજરાત વિધાનસભાએ અશાંતધારા કાયદો પસાર કર્યો હતો. મિલકતની ગેરકાયદેસરની તબદીલી પર નિયંત્રણ રાખવા માટે આ કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
હોસ્પિટલ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે - વધુમાં જણાવ્યુંકે અમારે ત્યાં જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના કારણે ત્યાં કઈ ને કઈ પ્રોબ્લેમસ ચાલતી રહેતી હોય છે. આજુબાજુ લોકોના લોકો ત્યાં વાસી રહ્યા છે.તો એમને આમાં ઘણીવધી મુશ્કેલીઓ આવી રહી છે. હોસ્પિટલમાં કાયમ કોઈને કોઈ એવી પ્રવુતિઓ થતી હોય છે કે જેને કારણે લોકોની ઉંઘ હરામ થઇ રહી છે. આ હોસ્પિટલ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે. હોસ્પિટલ ખુલે તેનો વિરોધ નથી પરંતુ ત્યાંના કર્મચારીઓના મારો વિરોધ છે. હોસ્પિટલ જે પ્રકારે વાતાવરણ હોય છે. તેનો અમારો વિરોધ છે.