સુરત : ઓલપાડ તાલુકાના કુદીયાણા, ભાંડૂત અને સેલુત ગામના ગ્રામજનો દ્વારા રોડ પર ઉભા રહી કૂદીયાના ગામે આવી રહેલા સરકારી પ્રોજેકટનો (Solar Project in Olpad) વિરોધ કર્યો હતો. સરકાર દ્વારા કુદીયાણા ગામે સરકારી જમીનમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન નામની કંપની નાખવામાં આવી રહી છે. જે જગ્યા પર આ કંપની (Solar Company Project in Surat) નાખવામાં આવી રહી છે એ ખુલ્લી જગ્યામાં ત્રણેય ગામના પશુપાલકોનાં પશુ ઘાસ ચરે છે. ઉપરાંત આ જમીન પર પ્રોજેક્ટ નાખવામાં આવશે તો ઓલપાડ તાલુકામાંથી પસાર થઈ દરિયામાં જતા વરસાદી પાણી અવરોધશે જેનાથી ચોમાસા દરમિયાન ખેતી પાકને મોટું નુકસાન થવાની શક્યતા પણ છે. જેથી ગ્રામજનોની માંગ છે કે આ પ્રોજેકટને અન્યત્ર ખસેડી આ જગ્યાને ખુલ્લી રાખવામાં આવે.
પશુઓને ભૂખે મરવાનો વારો આવશે - કુદીયાણાના એક માત્ર ગામની વાત કરવામાં આવે તો 700થી વધુ પશુ પાલકો આ ગામમાં છે. દરિયા કિનારાના આ ગામોમાં જમીન ખારપાટ વાળી હોવાથી ખેતીની શક્યતા નહિવત છે. જેથી પશુપાલન મુખ્ય વ્યવસાય છે. કૂદીયાના, ભાંડૂત તેમજ સેલુત ગામની સીમને જોડતી આ જમીનની સીમમાં ત્રણેય ગામના ઢોરઢાંકર ચારો ચરે છે. જો આ જમીન પર પ્રોજેકટ આવી જશે. તો પશુ પાલકોને ભૂખ મારવાનો વારો આવે એવી સ્થિતિનું નિર્માણ થશે જેથી ગ્રામજનો આ પ્રોજેક્ટનો (Opposition from Solar Company) વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અરવલ્લી: દેવની મોરીને વૈશ્વિક બૌદ્ધતીર્થ તરીકે વિકસાવાનો પ્રોજેકટ સરકારી ફાઈલોમાં અટવાયો
પ્રોજેક્ટ નાખવામાં આવશે તો વરસાદી પાણીથી 75 ગામો પ્રભાવિત થશે - ઓલપાડ તાલુકાના દરિયા કિનારો ખૂબ મોટો છે અને આ દરિયાકિનારાની નજીક આવેલી હજારો હેક્ટર જમીન ખાલી પડી છે. તો ખેડૂતોનો પ્રશ્ન છે કે કેમ આ જમીન પર પ્રોજેક્ટ નથી લાવવામાં આવતા? શા માટે થોડી ઘણી ઉપજાવે જમીન છે. એનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો પ્લાન્ટ આ ખાલી પડેલી 75 હેક્ટર જમીનમાં (Solar Company Project in Surat) નાખવામાં આવશે. તો ચોમાસા દરમિયાન 35 જેટલા ગામો વરસાદી પાણીથી પ્રભાવિત થશે.
આ પણ વાંચો : મહેસાણા: ગુજરાત સરકારના ડાયાલિસીસ પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને મળી નિઃશુલ્ક સેવા
ખેડૂતોના વિરોધને લઈને પ્રાંત અધિકારી પહોચ્યાં સ્થળ પર - જોકે ખેડૂતોનો વિરોધ જોઈ ઓલપાડ તાલુકા મામલતદાર તેમજ પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ખેડૂતોના વિરોધ (Solar Project in Gujarat) પાછળ ના કારણને જાણવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરીને બાદમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે એ જણાવવા માટે કહ્યું હતું.