ETV Bharat / city

સુરતમાં 20 ફેબ્રુઆરીથી વિજય હજારે ટ્રોફીનું આયોજન - Vijay hajare trophy

સુરતમાં સૌપ્રથમ વખત IPL જેવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટનું નામ વિજય હજારે ટ્રોફી રાખવામાં આવ્યું છે. વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી ટીમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 20 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ માટે 13મીથી બધી જ ટીમો સુરત આવીને પ્રેક્ટિસ કરશે.

સુરતમાં 20 ફેબ્રુઆરીથી વિજય હજારે ટ્રોફીનું આયોજન

author img

By

Published : Feb 7, 2021, 8:48 AM IST

  • સુરતમાં સૌપ્રથમ વખત IPL જેવી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન
  • ગુજરાત સહિત દેશભરમાંથી ટીમોએ લીધો ભાગ
  • તમામ ટીમો 13 ફેબ્રુઆરી સુધીમાં સુરત પહોંચશે

સુરત: આગામી 20 ફેબ્રુઆરીથી સુરત ખાતે 'વિજય હજારે ટ્રોફી' ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ માટે રાજ્યનાં મોટાભાગનાં શહેરો સહિત હૈદરાબાદ, છત્તીસગઢ, ગોવા તેમજ ત્રિપુરામાંથી સંખ્યાબંધ ટીમોએ ભાગ લીધો છે. તમામ ટીમો 13 ફેબ્રુઆરી સુધીમાં સુરત પહોંચશે. જ્યાં એક અઠવાડિયા માટે પોતપોતાની રણનિતી મુજબ પ્રેક્ટિસ કરશે.

ટ્રોફીમાં કુલ 15 ક્રિકેટ ટુર્નામેન્ટ મેચો

કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા થોડા દિવસ અગાઉ સુરતમાં IPL મેચ જેવી મેચ યોજવા માટેનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો હતો. સુરતમાં સૌપ્રથમ વાર ટુનામેન્ટ મેચનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવનારી ટીમો 13મી ફેબ્રુઆરીથી સુરત આવશે અને 20મીથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં સૌપ્રથમવાર વિજય હજારે ટ્રોફીનું ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઇ રહ્યું છે, ત્યારે સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં ખુબ જ આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.