- નવી 7 યુનિવર્સિટીમાં સુરતના વનિતા વિશ્રામનો સમાવેશ
- વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી તરીકે કાર્યરત થશે
- રાજ્યમાં મહિલા યુનિવર્સિટી બનવા માટે જઈ રહી છે તે સૌથી ગૌરવની વાત
આ પણ વાંચોઃ ખાનગી યુનિવર્સિટી સુધારણા બિલ વિધાનસભામાં પસાર, રાજયની પ્રથમ મહિલા યુનિવર્સિટી સુરતમાં સ્થપાશે
સુરતઃ રાજ્ય શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યસભામાં આજે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કાર્યરત થનારી 7 જેટલી નવી યુનિવર્સિટીનો સમાવેશ કર્યો હતો. તેમાં એમ કહેવામાં આવ્યું કે, ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના બાદ સૌપ્રથમવાર સંપૂર્ણપણે સુરતમાં કાયમી થનારી વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી અગ્રેસર છે. કારણ કે, ગુજરાતમાં અત્યારે એક પણ વુમન્સ યુનિવર્સિટી નથી. આ માટે જ રાજ્યની દીકરીઓ મોટી રકમ ભરીને વુમન્સ યુનિવર્સિટી તરીકે મુંબઈમાં જતા હતા, પરંતુ હવે રાજ્યમાં સુરતમાં જ થોડા સમયમાં વુમન્સ યુનિવર્સિટી કાર્યરત થશે. આથી રાજ્યની દીકરીઓ સુરત ખાતે શિક્ષક કક્ષાનું જ્ઞાન લેવા આવશે.
આ પણ વાંચોઃ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે ACS પંકજકુમાર કરશે તપાસ
યુનિવર્સિટીમાં રક્ષાશક્તિ, ફોરેન્સિક સાયન્સ સહિત વિશ્વ કક્ષાનું જ્ઞાન મળશે
સુરતમાં જ્યારે રાજ્યનો એક માત્ર વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થશે ત્યારે યુનિવર્સિટીમાં ઉચ્ચકક્ષાનું જ્ઞાન અને સાથે રક્ષા શક્તિ, ફોરેન્સિક સાયન્સ અને મરિન સ્પેસિફિક વિશ્વ કક્ષાનું જ્ઞાન મળી રહેશે. આથી રાજ્યની દીકરીઓ બધી જ રીતે બધા જ કાર્યોમાં અગ્રેસર રહી શકે. નવી શિક્ષણ નીતિ મુજબ વિશ્વ કક્ષાનું ગુણવત્તાયુક્ત સમયના કુલ શિક્ષણ રાજ્યના યુવાનોને સરકારી યુનિવર્સિટીઓ સાથે વધુ 7 યુનિવર્સિટી ઘરઆંગણે મળશે. 7 જેટલી યુનિવર્સિટીઓ રાજ્યના અમદાવાદ જિલ્લામાં, વડોદરા, સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ અને સુરતમાં કાર્યરત થશે. ગુજરાત રાજ્યમાં મહિલા યુનિવર્સિટી બનવા માટે જઈ રહી છે તે સૌથી ગૌરવની વાત છે.