- 45 વર્ષથી વધુ વયના લોકો માટે બે દિવસ બંધ બાદ ફરી રસીકરણ શરૂ
- વેક્સિનનો સ્ટોક ખતમ થવાની વેક્સિનેશન કરાયું હતુ બંધ
- નિયત કરેલા તમામ કેન્દ્રો ઉપર ફરી વેક્સિનેશન શરૂ
સુરતઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુમાં વધુ લોકો વેક્સિન લગાવે તે માટે મનપા દ્વારા પુરઝડપે કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા 18થી 45 વર્ષની ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં વેક્સિન અંગે જાગૃતિ લાવવા આઈલેન્ડ પર વિમાનને વેક્સિન અને ઈન્જેક્શનના આકારમાં સજાવાયું
સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે લોકોએ લગાવી વેક્સિન
વેક્સિનનો સ્ટોક ન હોવાથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશનની કામગીરી બંધ કરી દેવામા આવી હતી. જોકે, બે દિવસ બાદ વેક્સિનનો સ્ટોક આવી જતા ફરી આજે ગુરુવારથી વેક્સિન લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ-અલગ વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે લોકોએ વેક્સિન લગાવી હતી.