- સુરત ડાયમંડ બુર્સ'ની કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી
- પ્રધાને આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશન વર્કની કામગીરી નિહાળીખજોદ ખાતે નિર્માણાધીન 'સુરત ડાયમંડ બુર્સ'ની કેન્ડ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ લીધી મુલાકાત
સુરતઃ જિલ્લામાં ખજોદ ખાતે આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સુરત ડાયમંડ બુર્સ'ની કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી. મનસુખ માંડવીયાએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજી આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. આ ઉપરાંત તેમણે અહીં થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશન વર્કની કામગીરી નિહાળી હતી.
ડાયમંડ બુર્સ ભવિષ્યમાં વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે

આ તકે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સુરતનું ડાયમંડ બુર્સ ભવિષ્યમાં વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. જ્યાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. આ સ્થળે હીરાના વ્યાપારીઓ તથા અન્ય નાગરિકો માટે નિવાસની સુવિધા, શાળા, હોસ્પિટલ અને હોટેલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો અને બી.આર.ટી.એસને પણ પ્રોજેક્ટ સાથે જોડવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.

લોકોને રોજગારીના અવસરો મળશે
માંડવિયાએ કહ્યું કે, ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદ વેચાણ થશે. સુરત સાચા અર્થમાં રાજ્યના વિકાસનું ગ્રોથ એન્જિન બનશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો મળશે. તેમણે 'સુરત ડાયમંડ બુર્સ' સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.