ETV Bharat / city

ભારતની વિશ્વમાં અનેરી શાખ, લાભ લેવા ઉધોગકારોને અનુરોધ : પરષોત્તમ રૂપાલા - Parshottam Rupala GJEPC Seminar

GJEPC અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા એક સેમિનારનું આયોજન (Surat Ministry of Commerce Seminar) કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala GJEPC Seminar) અને રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. આયાત-નિકાસના અને વેપારમાં થનારા ફાયદાને લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું. જૂઓ શું હતો આયોજનનો હેતું..

ભારતની વિશ્વમાં અનેરી શાખ, લાભ લેવા ઉધોગકારોને અનુરોધ : પરષોત્તમ રૂપાલા

author img

By

Published : May 21, 2022, 5:33 PM IST

સુરત : GJEPC અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા એક સેમિનારનું આયોજન (Surat Ministry of Commerce Seminar) કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા અને રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારનું આયોજન કરનાર દિનેશ નાવડિયા જેઓ GJEPCના રીજનલ મેનેજર છે. તે ઉપરાંત મિનિસ્ત્રી ઓફ કોમર્સના જોઇન્ટ સેક્રેટરીએ સરિકર રેડ્ડી અને વિપુલ બંસલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ભારત અને દુબઈ તેમજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જે થકી UAE તેમજ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ડાયમંડ, જ્વેલરી, લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે એક્સપોર્ટમાં ધરખમ વધારો થશે. જેનો સીધો અસર સુરત ની ઈન્ડસ્ટ્રી પર જોવા મળશે.

સેમિનારમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા

આયાત-નિકાસના ફાયદા - આ સેમિનારમાં અન્ય મુખ્ય મહેમાન તરીકે હાજરી આપનાર ભારત સરકારના કોમર્સ વિભાગના (Parshottam Rupala GJEPC Seminar) જોઇન્ટ સેક્રેટરી શ્રીકાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, ભારત-UAE વચ્ચે થયેલા કોમ્પ્રેહેન્સિવ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશીપ અગ્રીમેન્ટ તેમજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા ઈકોનોમિકસ કોમ્પરેટીવ એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ ને કારણે જેમ્સ એન્ડ જવેલરી, ઓઈલ, ગોલ્ડ, કોપર, મિનરલ ફયુલ જેવા અનેક ક્ષેત્રે આવનારા દિવસોમાં આયાત-નિકાસના વેપારમાં થનારા ફાયદા વિશેની વિગતો આપી હતી.

આ પણ વાંચો : મોરબી સિરામિક ઉધોગકારોની મુશ્કેલીમાં વધારો

ભારતની વિશ્વમાં અનેરી શાખ ઉભી થઇ - આ બાબતે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ (Surat Parshottam Rupala) રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારત સાથે દુબઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા કરારો ઉધોગજગતને મનોબળ પૂરું પાડનારા છે. જેનો સૌથી વધુ લાભ જેમ્સ એન્ડ જ્વેલરી ઉધોગને થવાનો છે. આજે ઓર્ગેનિક ફુડની ડિમાન્ડ વધી રહી છે, ત્યારે તેની માંગને પૂરી પાડવાની તાકાત ભારતના ખેડૂતો પાસે રહેલી છે. આ સરકાર લોકોની વચ્ચે જઈને તેમની પાસેથી સુચનો મેળવીને બજેટમાં નિર્ણયો લે છે. ભારતની વિશ્વમાં અનેરી શાખ ઉભી થઇ છે ત્યારે તેનો લાભ લેવા ઉધોગકારોને અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો : રાજસ્થાન સરકારની મનમાની સામે મોરબી મિનરલ્સ ઉદ્યોગકારો નારાજ

કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના 400 મિલિયન એક્સપોર્ટનો લક્ષ્યાંક - આ બાબતે કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ભારત સાથે UAE અને ઓસ્ટ્રેલિયા સાથે થયેલા કરારોના કારણે ગુજરાત સાથે 25 ટકા વેપાર થવાનો છે. કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના 400 મિલીયન એક્સપોર્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આવનારા સમયમાં સંભવિત બજારને વધુમાં વધુ હાંસલ કરવાનો (GJEPC and Ministry of Commerce) અનુરોધ તેમણે કર્યો હતો. ટુંક સમયમાં જુની ટફ સ્કીમના ક્લિયરન્સ માટેના કેમ્પ કરવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. આ ઉપરાંત સુરતથી 135 ટેક્સટાઇલની ટ્રેનો રવાના કરવામાં આવી હોવાનું જણાવીને રેલવે અને પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી પાર્સલ સુવિધાઓની વિગતો આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.