ETV Bharat / city

ભારે ગંદકીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોની લાલ આંખ, ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા - સાઉથ ઝોન કાર્યાલય

સુરતના ઉધના વિસ્તારમાં કાશીનગરમાં(Kashinagar in Udhana Area) લોકોને ભારે કચરા સબંધિત મુશ્કેલીનો(Irregularity Garbage Collection ) સામનો કરવો પડી રહ્યો છે. જેથી આજે લોકોએ ટેન્પો વિરોધ કરતા ઉધના ઝોન ઓફિસમાં પહોંચ્યા હતા. આ કચરાને કારણે ઉઠાવવી પડતી હાલાકી અન્ય સોસાયટીમાં પણ જોવા મળી છે.

ભારે ગંદકીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોની લાલ આંખ, ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા

author img

By

Published : Jul 16, 2022, 10:46 PM IST

સુરત: ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગરમાં(Kashinagar in Udhana Area) કચરો ન લઈ જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી હતા. ભારે ગંદકીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોએ આજે પોતાના વિસ્તારનો કચરો પોતે જ લઈને ઉધના ઝોન ઓફિસમાં પહોંચી ગયા હતા. લોકોએ કચરો ઓફિસમાં જ ઠાલવી દેતા ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

ઉધના વિસ્તાર ખાતે આવેલ કાશીનગરમાં કચરો ના લઈ જવાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

આ પણ વાંચો: Madhavpur Beach Gujarat: સમુદ્રકાંઠા-બીચ અભિયાનના ભાગરૂપે માધવપુર બીચ ખાતે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવશે

ગાર્બેજ કલેક્શનની ગાડીઓ અનિયમીત છે - ઉધના કાશીનગર સોસાયટીના(Udhana Kashinagar Society) રહીશો આજે પોતાના વિસ્તારનો કચરો સાથે લઈને સીધા સાઉથ ઝોન કાર્યાલય(South Zone Office) પહોંચી ગયા હતા. એટલું જ નહીં સ્થાનિકો દ્વારા ઝોનની ઓફિસના ગેટ ઉપર જ કચરો ઠાલવી દેવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે, ગાર્બેજ કલેક્શનની ગાડીઓ નિયમિત રીતે ઘણા વિસ્તારોમાં પહોંચી(Irregularity Garbage Collection) રહી નથી. ચોમાસાની રીતોમાં કચરો વધુ પ્રમાણમાં સોસાયટીમાં અને તેની આસપાસ એકત્રિત થવાના કારણે રોગચાળો થવાની પણ દહેશત છે.

આ પણ વાંચો: સાવધાન..! હવે જો રસ્તા પર થુકશો અથવા કચરો ફેકશો તો આવશેકોર્ટનું તેડું, કેટલા ઝપટે ચડ્યા જુઓ..!

સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું - અઠવાડિયામાં માત્ર એક કે બે દિવસ જ ગાર્બેજ કલેક્શન માટે ગાડી આવતી હોય છે. ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગરના લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અનિયમિત રીતે ગાર્બેજ કલેક્શનની ગાડીઓ સોસાયટીઓમાં આવે છે. એટલું જ નહીં અઠવાડિયામાં માત્ર એક કે બે દિવસ જ ગાર્બેજ કલેક્શન માટે ગાડી આવતી હોય છે. જેના કારણે સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. માત્ર કાશીનગર જ નહીં અન્ય સોસાયટીઓમાં પણ આ સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.