- મહિલા સફાઇ કામદાર પાસેથી માંગી હતી લાંચ
- વિસ્તાર બદલવા 10 હજારની લાંચ માંગી હતી
- ACB એ છટકું ગોઠવીને 3ને ઝડપી પાડ્યા
સુરત : મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા અંગે 10 હજારની લાંચ લેતા સેનેટરી સબ ઇન્સ્પેકટર ( sanitary sub inspector ) અને બે સફાઈ કામદારોને ACB ( Anti Corruption Bureau ) એ છટકું ગોઠવીને ઝડપી પાડ્યા હતા. આ મામલે ત્રણેયની ધરપકડ કરીને ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.
લાંચ આપવા ન માંગતા હોવાથી કરી ફરિયાદ
સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતી એક મહિલાએ તેઓના ઓળખીતાને એવી ફરિયાદ કરી હતી કે કતારગામ ગોતાલાવાડી ખાતે ફરજ બજાવતા વર્ગ-3 ના મદદનીશ આરોગ્ય નિરીક્ષક ( sanitary sub inspector ) ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી Surat municipal corporation માં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા 5 થી 10 હજાર લે છે અને તેમનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરાવવા માટે પણ 10 હજાર લાંચની માંગણી કરી છે. જેથી મહિલા સફાઈ કામદારના ઓળખીતાએ ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકીની રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં ફરીયાદી પાસે આરોપીએ મહિલા સફાઇ કામદારનો વિસ્તાર બદલવા અને હેરાન નહીં કરવા અંગે રૂપિયા 10 હજાર લાંચની માંગણી કરી હતી પરંતુ સફાઈ કામદાર મહિલા અને ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે તાપી ACB માં ફરિયાદ કરી હતી.
ACBએ છટકું ગોઠવી ત્રણેયને ઝડપી પાડ્યા
સફાઈ કામદાર મહિલા અને ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમમે આ મામલે તાપી ACB માં ફરિયાદ કરી હતી. જેથી આ મામલે તાપી ACB એ છટકું ગોઠવ્યું હતું અને કતારગામ ગોતાલાવાડીમાં ફરજ બજાવતા સફાઇ કામદાર લાલજીભાઇ છનાભાઇ જોગડીયા, દિપકભાઇ અરજણભાઇ મકવાણાને ધીરેનકુમાર ગોવિંદભાઇ સોલંકી હસ્તક લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. ACB એ આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.