ETV Bharat / city

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, 24 કલાકમાં 2 મર્ડર

સુરત : છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટના કાપડના વેપારીની હત્યા બાદ સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં રહેતા યુવકની અજાણ્યા શખસોએ સમી સાંજે તીક્ષ્ણ છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છેા. યુવકની હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

two-murder-in-surat
author img

By

Published : Oct 14, 2019, 11:03 AM IST

સલાબતપુરા વિસ્તારમાં આવેલ બી ટેનામેન્ટના બિલ્ડીંગ નંબર એકમાં સમી સાંજે અજાણ્યા શખ્સો દ્વારા ગિરીશ રાણા નામના યુવકની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટના બાદ ટેનામેન્ટમાં રહેતા લોકોમાં રીતસર નાશભાગ થઈ હતી. ઘટનાની જાણકારી મળતા સલાબતપુરા પોલીસ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પહોંચે તે પહેલાં હત્યારાઓ નાસી છૂટયા હતા. પોલીસે લાશને પોસ્ટ-મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ મોકલી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

યુવકની હત્યા બાદ લોકોમાં પણ રીતસર ભયનો માહોલ ઉભો થયો છે. કેટલાક અસામાજિક તત્ત્વો રસ્તા પર પસાર થતી યુવતીઓની મશ્કરી કરતા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરાયા છે. ચરસ -ગાંજા સહિત જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ ધમધમતી હોવાની ફરિયાદ સ્થાનિક લોકોએ કરી હતી. પોલીસ આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારે તેવી માગ ઉઠી છે. સુરતમાં ચોવીસ કલાકમાં હત્યાની બીજી ઘટનાએ સુરતમાં કાયદા અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે.

Intro:Note : (use symbolic image)

સુરત : છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે..ટેકસ્ટાઈલ્સ માર્કેટ ના કાપડ વેપારીની હત્યા બાદ સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં  રહેતા યુવકની અજાણ્યા શખ્સોએ  સમી સાંજે તીક્ષ્ણ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાંખી...હત્યાની આ ઘટના બાદ સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી..જ્યારે યુવકની હત્યા કોણે અને શા  માટે કરી તે અંગેનું કારણ જાણી શકાયું નથી.હત્યાની આ ઘટના બાદ  સ્થાનિક લોકોમાં પણ ભયનો માંહોલ ઉભો થયો.. કેટલાક અસામાજિક તત્વો અહીં પોતાનો અડીગો જમાવી  ત્યાંથી  પસાર થતી યુવતીઓની મશ્કરી પણ કરતા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા. ચરસ -ગાંજા સહિત જુગાર જેવી પ્રવૃતિઓ પણ ધનસધમતી હોવાની રાવ સ્થાનિક લોકોએ કરી.

Body:સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ બી ટેનામેન્ટ ના બિલ્ડીંગ નંબર એકમાં સમી સાંજે અજાણ્યા શખ્સો દ્વારા ગિરીશ રાણા નામના યુવકની ઉપરાછાપરી તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.હત્યા ની ઘટના બાદ ટેનામેન્ટ માં રહેતા લોકો વચ્ચે રીતસર નાશભગ મચી.જ્યાં ઘટના ની જાણકારી મળતા સલાબતપુરા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.પોલીસ  પોહચે તે પહેલાં હત્યારાઓ ઘટના સ્થળથી નાસી છૂટયા હતા.જ્યારે પોલીસે લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ મોકલી હત્યારાઓની શોધખોળ શરૂ કરી.સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર માનદરવાજા વિસ્તારમાં આવેલ આ ટેનામેન્ટ માં અંદર સને તેની  બહાર અસામાજિક તત્વોએ અડીગો જમાવ્યો છે અને સાથે જ કેટલીક ગેરપ્રવૃત્તિઓ લાંબા સમયથી કરતા આવ્યા છે.અહીં અડ્ડો જમાવી બેસ્ટ અસામાજિક તત્વો આવતી જતી યુવતીઓની પણ મશ્કરી કરી રહ્યા છે.સાથે જ જુગાર જેવી પ્રવૃત્તિઓ પણ બંધ થાય તેવી માંગ છે.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે યુવકની હત્યા બાદ લોકોમાં પણ રીતસર ભયનો માહોલ ઉભો થયો છે.સ્થાનિક વિસ્તારમાં પોલીસની ઢીલી કામગીરી  કારણે ગુનેગારોને ખુલ્લું મેદાન મળી રહ્યું છે.જેથી અહીં ગાંજા ,ચરસ અને જુગાર જેવી પ્રવૃતિઓ પણ લુખ્ખાતત્વો દ્વારા કરવામાં આવી રહી છે જે આરોપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે.પોલીસ આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારે તેવી માંગ પણ લોકોએ કરી છે.જો કે સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાની ને ઘટના એ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.