ETV Bharat / city

રોકડા રૂપિયા તેમજ 3 દુકાનો વ્યાજે આપી, ક્રાઈમ બ્રાંચે ઝડપ્યા પઠાણી ઉઘરાણી કરનાર - Crime in Surat

સુરતમાં વેપારીને રોકડા રૂપિયા તેમજ 3 દુકાનો 6 ટકા વ્યાજે આપ્યા હતા. બે વ્યાજખોરો (Two Loan Usurers Harassed a Surat Businessman) વ્યાજે આપેલા 1.60 કરોડની સામે 3.57 કરોડની પઠાણી ઉઘરાણી (Two Loan Usurers) કરતી વખતે વેપારીના પરિવારના સભ્યો સાથે ઝઘડો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

રોકડા રૂપિયા તેમજ 3 દુકાનો વ્યાજે આપી, ક્રાઈમ બ્રાંચે ઝડપ્યા પઠાણી ઉઘરાણી કરનાર

author img

By

Published : Sep 27, 2022, 4:17 PM IST

સુરત શહેરમાં વેપારીને રોકડા રૂપિયા તેમજ 3 દુકાનો 6 ટકા વ્યાજે આપ્યા હતા. વ્યાજે આપેલા 1.60 કરોડની સામે 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરી મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બે વ્યાજખોરો સામે સુરત ક્રાઈમ બ્રાંચમાં (Crime in Surat) ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી બંને વ્યાજખોરની ધરપકડ કરી હતી.

વ્યાજે આપેલા 1.60 કરોડની સામે 3.57 કરોડની પઠાણી ઉઘરાણી કરી

25 લાખ રૂપિયા વ્યાજે લીધા સુરતમાં રહેતા સુધીર અશોક ગોયાણીએ આરોપી ઘનશ્યામ રઘુ ચાવડા પાસેથી જુલાઈ 2018થી જાન્યુઆરી 2019 દરમિયાન ટુકડે ટુકડે 25 લાખ રૂપિયા 6 ટકા વ્યાજે લીધા હતા. તેમજ વર્ષ 2019થી 2020માં મોટા વરાછાની 3 દુકાનો સુધીર ગોયાણીના કહેવાથી આરોપી ઘનશ્યામ ચાવડાએ અન્યના નામે દસ્તાવેજ કરી આપ્યા હતા. આ 3 દુકાનોના ઓવરવેલ્યુએશન ભાવ (Overvaluation shops prices) લગાડી તે રૂપિયા પણ સુધીરના નામે 6 ટકા વ્યાજે ધિરાણ (Money laundering In Surat) કરેલા હોવાનું ચઢાવી વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 6 કરોડનો હિસાબ કરી તે રૂપિયાની પઠાણી ઉઘરાણી (Loan Recovery in Surat) કરતા હતા.

પિતાને થપ્પડ મારી કર્યો ઝઘડો ઉછીના રૂપિયા આપ્યા છે તેવું બળજબરી લખાણ (Forcible writing of money lent) પણ કરાવી લીધું હતું. એટલું જ નહીં સુધીરના ઘરે જઈને તેના પિતાને થપ્પડ મારી પરિવારના સભ્યો સાથે ઝઘડો પણ કર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી સુધીરના પિતાએ સારા માણસોને વચ્ચે પાડી સેટલમેન્ટ કરવું પડ્યું હતું. સેટલમેન્ટ પેટે ઘનશ્યામ રઘુ ચાવડા અને હરેશ રઘુ ચાવડાએ કુલ 3.57 કરોડનો હિસાબ કર્યો હતો.

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત જેમાં 1.25 કરોડ રોકડા ટુકડે ટુકડે ત્રણ હપ્તામાં અને 2.32 કરોડની 4 મિલકત આપવાનું નક્કી કર્યું હતું. સેટલમેન્ટ મુજબ રૂપિયા નહીં આપે તો બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી સુધીરના પિતાએ 45 લાખ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા હતા. જોકે બાકી રકમ તેઓ ચૂકવી શકે તેમ ના હોય અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને આ મામલે પોલીસ કમિશનરને (Commissioner of Police) રજૂઆત કરવામાં આવી હતી. જેથી આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરી ગુનો નોંધ્યો હતો. અને આરોપી ઘનશ્યામ રઘુ ચાવડા અને હરેશ રઘુ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.