- સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક ઘરમાં સ્લેબ પડવાની ઘટના બની
- સ્લેપ પડવાથી 2 બાળકોના મોત થયાં
- ફાયર વિભાગની ટીમે બહાર કાઢ્યા
સુરત: શહેરનાં ઉધના વિસ્તારમાં આવેલા હરિનગર- 1માં અંબર કોલોનીમાં ઘર નંબર- 174માં રાતે 11:30 વાગની આસપાસ અચાનક ઘરનો સ્લેબ તૂટી પડતા ઘરના 4 સભ્યોમાંથી 2 સભ્યો જે નાના બાળકો હતા, તેઓ દબાઈ ગયા હતા. સ્લેબ પડવાની સાથે જ સ્થાનિકો દોડતા થઇ ગયા હતા. સ્થાનિકો દ્વારા જ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે તરત ઘટના સ્થળે પહોંચીને બન્ને બાળકોને કાઢીને પ્રાઇવેટ કાર મારફતે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરાયા હતા.
આ પણ વાંચો : સુરતની બિલ્ડીંગમાં આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી
બન્ને બાળકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
અંબર કોલોનીમાં ઘરનો સ્લેબ પડવાથી ઘરના બે બાળકોએ એક સાથે જ દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ઘર માલિક નરેશ ગોલીવાડ તથા તેમના પત્નીનો આમાં આબાદ બચાવ થયો હતો. જેમાં બન્ને બાળકો નૈતિક ગોલીવાડ ઉંમર- 12 વર્ષ અને તેમની નાની બહેન નિધિ ગોલીવાડ ઉંમર- 7 વર્ષ આ બન્ને બાળકો સ્લેબમાં દબાઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ લઇ જતા જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. જોકે આ ઘટનામાં પરિવારે પોતાના બન્ને બાળકોને ગુમાવ્યાં છે. બાળકોની માતા હાલ હૈયાફાટ રુદન કરી રહી છે. પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.- અસ્લમભાઈ ચૌહાન ( અંબર કોલોની મેમ્બર )
આ પણ વાંચો : સુરતમાં કોરોનાના કેસમાં વધારો, શહેર અને જિલ્લામાં 450 જેટલા કેસ નોંધાયા
ફાયર વિભાગ દ્વારા એમ જણાવવામાં આવ્યુ કે
આ સમગ્ર મામલે ફાયર ઓફિસર પ્રકાશ એમ. પટેલ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, રાત્રે 11:30 વાગ્યા જેવી આ ઘટના થઈ હતી. ઉધના હરિનગર- 1 અંબર કોલોનીમાં ઘર નંબર- 174માં અચાનક સ્લેબ તૂટી પડતાં પરિવારના 4 સભ્યો પૈકી પરિવારના માતાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારના માલિકને પણ ઈજાઓ પહોંચી હતી. પરિવારના બે બાળકો સ્લેબ નીચે દબાઈ ગયા હતા. તેમને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ બન્ને બાળકોએ પોતાનો દમ તોડી દીધો હતો. આ ઘટનાના પગલે ઉધના પોલીસ પણ ઘટનાસ્થળે આવીને સમગ્ર ઘટના જોઈને આગળની તપાસ હાથ ધરી છે.