સુરત : પુણા પોલીસે તંત્ર દ્વારા આવશ્યક સેવામાં રોકાયેલા વ્યક્તિઓને પાસ આપ્યા છે. આ પાસને ડુપ્લીકેટ બનાવી માર્કેટમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરનારા બે આરોપીને પુણા પોલીસે ઝડપી પાડ્યા છે.
કોરોના વાઈરસને લઈને ભારત લૉકડાઉન છે, ત્યારે શ્રમજીવી લોકોની હાલત કફોડી બની છે. આવા લોકોની મદદે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. પરંતુ તેઓને આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં કોઈ સમસ્યા ન આવે તે માટે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે. પરંતુ પુણા વિસ્તારમાં બે લોકો આ પાસની ડુપ્લીકેટ બનાવી માર્કેટમાં પ્રવેશ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પુણા પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ પરછ કરતા તેઓએ પોતાનું નામ ઐયુબ હૈદર શેખ, મોહમદ ફારુક અબ્દુલ મુનાફ શેખ હોવાનું જણાવ્યું હતું હાલ પોલીસે તોએની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.