- જૂનાગઢ શહેરમાં જોવા મળી તૌકતે વાવાઝોડાની અસર
- ભવનાથ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા વીજ પ્રવાહ કપાયો
- મહાકાલી વૃક્ષો પડી જતા વીજ થાંભલાઓ કાગળની જેમ વળેલા જોવા મળ્યા
જૂનાગઢ: ગઈ રાત્રી એટલે કે 17 મેના સમયે તૌકતે વાવાઝોડું ઉના અને દીવના દરિયાની વચ્ચે રાત્રીના નવ કલાકની આસપાસ ટકરાયું હતું. વાવાઝોડા દરિયાઈ તટ પર ટકરાવાને કારણે ત્યારબાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત પણ થઈ હતી. જેને કારણે ભવનાથ વિસ્તારમાં આવેલા 100 વર્ષ કરતાં વધુ જુનાં કેટલાક વૃક્ષો વીજ લાઇન પર ધરાસાયી થતા ભવનાથ વિસ્તારમાં વીજ પ્રવાહ બાધિત થયો હતો. તો, બીજી તરફ સો વર્ષ જૂના અને મહાકાય વૃક્ષો વીજ વાયર પર પડતા લોખંડના થાંભલાઓ જાણે કે કાગળની જેમ વળેલા જોવા મળતા હતા.
આ પણ વાંચો: હાઇરાઇઝ બિલ્ડિંગના પાર્કિંગનો પતરાનો શેડ ઉડી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
વાવાઝોડાની અપેક્ષાકૃત અસરો અને નુકસાન નહીંવત્ જોવા મળ્યું
અરબી સમુદ્રમાં જે પ્રકારે તૌકતે વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું, તેને લઈને તેની ભયાનક અસરો વિશે હવામાન વિભાગે પણ ચેતવણી જાહેર કરી હતી. પરંતુ જે પ્રકારે વાવાઝોડુ પુના નજીક ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ટકરાતા તેને ભયાવહ અસરોને લઇને ચિંતિત હતા, પરંતુ વાવાઝોડાની અસરો જોવા મળી ન હતી. તેમ છતા વાવાઝોડું નુકસાન કરવામાં પણ સફળ રહ્યું હતું.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા
મહાકાય હોર્ડિંગ્સ પણ વાવાઝોડાની ઝપટમાં
જૂનાગઢ વિસ્તારમાં કેટલાક 100 વર્ષ કરતાં જુના વૃક્ષો વિજ વાયર અને તેને લઈ જતાં થાભલાઓને ભારે પવનમાં નુકસાન થયું હતું, તો કેટલીક જગ્યા પર મહાકાય હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તે પણ ભારે પવનને કારણે ધરાશાયી થયા હતા.