સુરત: હંમેશા વિવાદમાં રહેતી ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે. ગોવાથી સુરત આવતી ફ્લાઈટમાં કીર્તિ પટેલે એર હોસ્ટેસ સાથે માસ્ક પહેરવા મુદ્દે ઝઘડો (controversial kirti patel) કરી ઝપાઝપી કરી હતી જેથી આ મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
એર હોસ્ટેસે કીર્તિ પટેલ વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ
પોતાના નિવેદન અને વિડીયોને લઈને વિવાદમાં રહેતી ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અને આ મામલે તેની સામે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં એરહોસ્ટેસ સાથે માસ્ક મુદે ઝઘડો (tiktok star kirti patel) કર્યો હતો અને ઝપાઝપી કરી હતી. જેથી ચાલુ ફ્લાઈટમાં વાતાવરણ તંગ બન્યું હતું. એર હોસ્ટેસે આ મુદે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતના પુણા પોલીસ મથકમાં તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં તેની સામે અમદાવાદમાં પણ એક ગુનો નોંધાયો છે. અંગત અદાલતમાં કીર્તિ પટેલ દ્વારા યુવતી પર હુમલો કરતા આ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો: Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે હુમલો કર્યાની ફરિયાદ
ઘુવડને લઈને બનાવેલા વિડીયોને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો
આ ઉપરાંત કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે અવનવા નિવેદન આપ્યા કરે છે. તેમજ વિડીયો બનાવી વિવાદમાં (kirti patel videos )આવી રહી છે. થોડા સમય પહેલા ઘુવડને લઈને બનાવેલા વિડીયોને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો. તેમજ પોતે ઘોડા પર બેસીને નિવેદન આપ્યું હતું કે, કોઈ છે મર્દ જે હાથી પર બેસીને લગ્ન કરવા આવે? જેની પણ ભારે ટીકા થઇ હતી. ઘુવડ સાથે બનાવેલા વિડીયો ને લઈને તેને 25 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં ટિક-ટોક ગર્લ કીર્તિ પટેલની ધરપકડ