- સુરત ભાજપે આપી ગર્ભવતી મહિલાને ટિકિટ
- વૉર્ડ નંબર 14માં જયશ્રી મૈસુરીયાને ટિકિટ અપાઇ
- જયશ્રી મૈસુરીયાએ શહેર ભાજપનો આભાર માન્યો
સુરત : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બન્ને પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સુરત ખાતે ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ઉમેદવારોના નામમાં એક એવી પણ મહિલાનો સમાવેશ થાય છે કે, જેમને હાલ ગર્ભવતી છે.
સુરતની મહિલાઓમાં ભારે ઉત્સાહનો માહોલ
ભાજપ દ્વારા ગર્ભવતી મહિલાને ટિકિટ આપવામાં આવતા સુરતની મહિલાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આ મહિલા ઉમેદવાર નામ જયશ્રી મૈસુરીયા છે. જયશ્રી પણ હાલ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે, લોકોના સવાલ અને મારા જવાબ, હું કામ કરીને બતાવીશ અને મારા વિસ્તારના લોકોના ચહેરા પર હું એક સ્મિત જોવા માગું છું. જે તમને પણ જોવા મળશે.
ભાજપ ઉમેદવાર તરીકે વૉર્ડ નંબર 14માં જયશ્રી મૈસુરીયાને ટિકિટ અપાઇ
સુરતમાં ગત 15 વર્ષથી ભાજપમાં સક્રિય એવા કાર્યકર્તા તરીકે ઉભરી આવેલા શહેર યુવા પ્રમુખ સતિષ મૈસુરીયાના પત્ની જયશ્રી મૈસુરીયાને ભાજપ દ્વારા ટિકિટ આપીને એક વિશ્વાસ એવો કાયમ કર્યો છે કે, જયશ્રીબેન મૈસુરિયા પોતાના વિસ્તારમાં વૉર્ડ નંબર 14માં લોકોની સમસ્યાને સાંભળે અને તેમની સમસ્યાનો હલ કરવા માટે શહેર ભાજપ દ્વારા જયશ્રી મૈસુરીયાને ટિકિટ આપવામાં આવી છે.
પક્ષનો વિશ્વાસ હું કદી તૂટવા નહીં દઉં : જયશ્રી મૈસુરીયા
જયશ્રી મૈસુરીયા માતાવાડી ચોક ખાતે આવેલા હેમકુંજ સોસાયટીમાં રહે છે. તેમને એક દીકરી પણ છે. તેમના લગ્નજીવનને 11 વર્ષ પૂર્ણ થયા છે અને હાલ 6 માસનો ગર્ભ પણ છે. જયશ્રી મૈસુરિયા ભાજપનો આભાર માની કે, ભાજપને મારા પર વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે. તે વિશ્વાસ હું કદી તૂટવા નહીં દઉં.