ETV Bharat / city

CMAની પરીક્ષામાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું - khushbu jain

ઘ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયાની ગત ડિસેમ્બર 2020માં પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં આજે એટલે કે બુધવારના રોજ રિઝલ્ટ જાહેર થતાં સુરતનો તરુણ શાહ 800 માંથી 658 માર્ક્સ લાવી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ સાથે જ બીજા બે વિદ્યાર્થીઓએ દેશમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.

surat
surat
author img

By

Published : Mar 31, 2021, 11:51 AM IST

  • વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી
  • CMAની પરીક્ષામાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓ ટોપ 50માં સ્થાન મેળવ્યું
  • ગુજરાતમાં CMAની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો

સુરત: ઘ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયાની ગત ડિસેમ્બર 2020માં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી. તેમાં આજ રોજ રિઝલ્ટ જાહેર થતાં જ સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમાં તરુણ રૂપેશ શાહ દ્વારા ખુબ જ મેહનતથી આ પરીક્ષામાં 800 માંથી 658 માર્ક્સ મેળવીને દેશમાં 19માં સ્થાન મેળવ્યો છે. જયારે તેમના સાથી મિત્રો દેવાંશ ચંદાની દ્વારા 800 માંથી 637 માર્ક્સ મેળવીને દેશમાં 35માં ક્રમ મેળવ્યો છે અને ખુશ્બુ જૈન દ્વારા 800 માંથી 625 માર્ક્સ મેળવીને દેશમાં 47 ક્રમ મેળવ્યો છે. આ સાથે જ આ ત્રણ વિદ્યાર્થીઓએ દેશમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.

ગુજરાતમાં CMAની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓનો ડંકો

તરુણ શાહ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, CA અને CMAની પરીક્ષા બંને વચ્ચે 10 થી 12 દિવસનો સમયનો ફરક હતો પણ મેં પહેલાથી જ CAની તૈયારી કરી હતી અને CMAની તૈયારી થઈ જ નહોંતી. જો કે એ પહેલા જ મેં CMAની તૈયારી કરી હતી અને રીવીઝન કર્યું હતું પણ સૌથી વધારે ધ્યાન મેં CAની પરીક્ષામાં કર્યું અને તેનો અડધો અભ્યાસક્રમ CMAમાં આવી જ જાય છે અને CMAની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવી હતી. જેથી ખુબજ સારું પરિણામ આવ્યું છે.

CMAની પરીક્ષામાં સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું

આ પણ વાંચો: CA ઇન્ટર મીડિયેટનું પરિણામ જાહેર થતાં જ સુરતનો વિદ્યાર્થી 47માં ક્રમે

વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી

CA રવિ છાવછરીયા દ્વારા એમ કહેવામાં આવ્યું કે, આ સુરતના આ ત્રણ ટોપર્સ વિદ્યાર્થીઓએ CA અને CMAની પરીક્ષા આપી હતી. આ ત્રણે વિદ્યાર્થીઓએ ખુબ જ સરસ માર્ક્સ લાવી દેશમાં ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે અને આ ત્રણે વિદ્યાર્થીઓ આ પહેલા પણ CAની પરીક્ષામાં પાસ થયા હતા અને હવે આ ત્રણ વિદ્યાર્થીઓએ એક સાથે 2 ડિગ્રી મેળવી છે. જો કે CA અને CMAનો અભ્યાસક્રમ એક સરખો રહેવાથી રાહત પણ મળી છે. આ પ્રથમવાર બન્યું છે કે, CMAની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હોય. તેમાં પણ આ વિદ્યાર્થીઓએ તેમની મહેનત પ્રમાણે ખુબ જ સારા માર્ક્સ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમે અને દેશમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે.

દેશમાં CA ઇન્ટર મીડિયેટનું પરિણામ 10 ટકા આવ્યું

કોરોના મહામારી ચાલી રહી છે પણ પરીક્ષામાં પેપર ઘણા અઘરા પૂછવામાં આવ્યા હતા. જેને પગલે આખા દેશમાં પરિણામ 10 ટકા જેટલું જ છે. દર વખતે જોવા જઇયે તો CA ઇન્ટર મીડિયેટનું પરિણામ 15થી 17 ટકા જેટલું આવે છે. કોરોના સમયમાં લેવામાં આવેલી આ પરીક્ષામાં ખુબ જ અઘરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સુરત જ નહિ પરંતુ બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી પરીક્ષાઓ આપીને સફળતા મેળવી છે. અમારા ત્યાંના અભિષેક સતાણીએ આખા દેશમાં 47માં ક્રમે આવીને દેશમાં ટોપ 50માં નામ મેળવ્યું છે.

આ પણ વાંચો: 21 વર્ષીય વિદ્યાર્થીએ CATની પરીક્ષા 99.99 પરસેન્ટાઇલ સાથે પાસ કરી

કોરોના કારણે પરીક્ષા મોડી લેવામાં આવી
દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તો આખા દેશમાં સ્કૂલ-કોલેજોમાં ઑફલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈને ક્લાસ ચાલી રહ્યા છે અને ઘણી બધી પરીક્ષાઓ હાલ કોરોના કારણે મોફુક પણ રાખવામાં આવેલી છે. કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળે તો ત્યાં તરત પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ વખતે કોરોના કારણે CA ઇન્ટર મીડિયેટની પરીક્ષા પણ મોડી લેવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, સુરતના વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ભરી પણ પ્રથમ ક્રમે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.