ETV Bharat / city

Robbery: સુરતના વેલાછા ગામે તસ્કરોએ ગાર્ડ વગરના ATMને બનાવ્યું નિશાન, 8.90 લાખની ચોરી - Thieves target unguarded ATM

સુરત જિલ્લામાં વધુ એક ગાર્ડ વગરના ATM પર ચોરી (Robbery)ની ઘટના બની હતી. માંગરોળના વેલાછા ગામે ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા 5થી6 શખ્સોએ સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATMને નિશાન બનાવ્યું હતુ.

Robbery
Robbery
author img

By

Published : Jun 28, 2021, 2:28 PM IST

  • સુરત જિલ્લામાં વધુ એક ગાર્ડ વગરના ATMમાં થઇ ચોરી
  • તસ્કરો ગેસ કટરથી મશીન તોડી 8.90 લાખની ચોરી કરી ભાગી ગયા
  • ચોરીની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

સુરત: માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના ATM કેબિનમાં ચોરો ગેસ કટર લઈ ત્રાટકયા હતા અને માત્ર 13 મિનિટમાં જ 8.90 લાખની ચોરી (Robbery) કરી ભાગી ગયા હતા. ભાગતી વેળાએ ચોરીની કારમાં પંચર પડી જતા પોતાની કાર સાઈડમાં મૂકી ફરી ગામમાં આવ્યા હતા અને સ્થાનિકની ઇકો કાર લઈ ભાગી ગયા હતા. હાલ પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ATM કેબિનમાં પ્રવેશી મશીન જ ગેસ કટર વડે તોડી નાખ્યું

સુરત જિલ્લામાં વધુ એક ગાર્ડ વગરના ATM પર ચોરીની ઘટના બની હતી. માંગરોળના વેલાછા ગામે ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા 5થી6 શખ્સોએ સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATMને નિશાન બનાવ્યું હતું અને ATM કેબિનમાં પ્રવેશી મશીન જ ગેસ કટર વડે તોડી નાખ્યું હતું અને 8 લાખ 90હજાર રૂપિયા ભરેલી સ્ટ્રે લઈ ભાગી ગયા હતા.

આ પણ વાંચો: પાટણમાં ATMમાં યુક્તિપૂર્વક ચોરી કરનારા બે શખ્સોની LCBએ કરી ધરપકડ

કારમાં પંચર પડતા ચોર ગામના સ્થાનિકની ઇકો કાર લઈ ગયા

માત્ર 13મિનિટમાં 8.90 લાખની ચોરી (Robbery) કરી ચોર ટોળકી ઇકો કારની ભાગતી હતી તે વેળાએ થોડી ઇકો કાર ચાલતા જ ઇકોમાં પંચર પડી જતા ચોર ટોલિકીએ ઇકો ગામની બહાર રોડની સાઇડમાં મૂકી દીધી હતી અને ફરી ગામમાં આવી ATM પાસે રહેતા સ્થાનિકની ઇકો કાર લઈ ભાગી ગયા હતા.

આ પણ વાંચો: સુરતઃ ATMમાં કેશ નાંખવા આવતી કેશવાનના ગાર્ડે જ ATMમાંથી 24 લાખની ચોરી કરી

પોલીસ દ્વારા CCTVના આધારે તપાસ હાથ ધરાઈ

ATMમાં ચોરી તેમજ સ્થાનિકના ઇકો કારની ચોરીની ઘટનાની સ્થાનિકો દ્રારા પોલીસ ને કરવામાં આવતા સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસની એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.