ETV Bharat / city

સુરતમાં ઇમાનદારીની જીવિત મિશાલઃ 9 લાખ રૂપિયાના હીરા રત્નકાલાકારે માલિકને પરત આપ્યા - Surat Diamond

હાલમાં કોરોનાને કારણે અનેક ધંધા રોજગાર સહિત સુરતના હિરા ઉદ્યોગ પર પણ તેની વ્યાપક અસર પડી છે. આ તકલીફ વચ્ચે પણ સુરતના એક રત્નકલાકારની ઈમાનદારી નજરે આવીને વળગી છે. રાજેશ કરીને એક રત્નકાલાકર ગરીબ હોવા છતા પણ તેને રોડ પરથી મળેલ 9 લાખની કિંમતના હિરાના પેકેટને ચાર દિવસની મહેનતે તેના સાચા માલીક સુધી પહોંચાડી ઇમાનદારીની એક ઉત્તમ મિસાલ બનાવી છે.

મહામારીમાં પણ ઇમાનદારી જીવતી છે, ખોવાયેલ 9 લાખના હીરા રત્નકાલાકારે માલિકને આપ્યા

author img

By

Published : Sep 30, 2020, 4:42 PM IST

સુરત: શહેરમાં ચાર દિવસ પહેલા સુરતના એક હીરાના વેપારી હરેશભાઇએ તેમના 9 લાખના હીરા વેંચવા માટે દલાલને આપ્યા હતા. જેમનું નામ પણ હરેશ છે, તેમનાથી હીરા પેકેટ મીની બજાર ખાતે આવેલ પ્રીન્સેસ પ્લાઝા પાસે પડી ગયું હતું. પરંતુ પોતાની ઓફિસ જઇને પેકેટ નહીં મળતા દલાલ હરેશ દ્વારા સોશિયલ મીડિયામાં હીરાનું પેકેટ ખોવાયાની જાહેરાત કરી હતી.

મહામારીમાં પણ ઇમાનદારી જીવતી છે, ખોવાયેલ 9 લાખના હીરા રત્નકાલાકારે માલિકને પરત આપ્યા

હાલ મંદીના સમયમાં જો હીરા નહિ મળે તો દલાલે હીરાની કિમત માલીકને ચૂકવી પડે, જેની માટે તેનું ઘર પણ વહેચાઇ જાય તેમ હતું. તેવામાં એક ઇમાનદાર રત્નકાલાકાર રાજેશને ખબર પડી કે, જે હીરાના પેકેટના માલિકને શોધી રહ્યો છું તે આ લોકો જ છે. જેથી રાજેશે પ્રીન્સેસ પ્લાઝાના વેપારીની મદદથી આખરે ઇમાનદારી પૂર્વક હીરાના દલાલ અને માલીકને સુપ્રત કર્યા હતાં.

કોરોના મહામારીમાં હીરાના વ્યાપારમાં પણ મંદી ચાલી રહી છે. તેને લઇને હીરાના માલિક અને દલાલ બે ખુબ જ માનસિક તાણમાં આવી ગયા હતા. કારણ કે, 9 લાખ રૂપિયાના હીરા હતા. આખરે જ્યારે ઇમાનદાર રત્નકાલાકર રાજેશે તેમને હીરાનું પેકેટ આપ્યું ત્યા તેઓ ભાવુક થઇ ગયા હતા અને જાહેરમાં રાજેશની ઇમાનદારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.