ETV Bharat / city

સુરત એરપોર્ટ પર પોતાની સેફટી માટે PPE કિટ પહેરી વિદ્યાર્થી હવાઈ યાત્રા કરવા પહોંચ્યો - સુરત એરપોર્ટ

સુરત એરપોર્ટ ખાતે એક યાત્રી પોતાની સેફટી માટે પીપીઇ કિટ પહેરી હવાઈ યાત્રા કરવા માટે પહોંચ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીનો છાત્ર સુરતથી દિલ્હી હવાઈ યાત્રા દરમિયાન કોરોનાના ચેપથી બચવા માટે પીપીઇ કિટ પહેરી રવાના થયો હતો.

સુરત એરપોર્ટ
સુરત એરપોર્ટ
author img

By

Published : May 26, 2020, 8:38 PM IST

સુરત: કોરોના વાઇરસના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઇટની શરૂઆત કરવામાં આવી છે. સરકાર અને એરપોર્ટ ઓથોરિટી કોરોનાનો ચેપ યાત્રીઓને ન લાગે તે માટે તકેદારીના પગલા ભરી રહ્યા છે. અને આ વચ્ચે સુરત એરપોર્ટ ખાતે એક યાત્રી પોતાની સેફટી માટે પીપીઇ કિટ પહેરી હવાઈ યાત્રા કરવા માટે પહોંચ્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીનો છાત્ર સુરતથી દિલ્હી હવાઈ યાત્રા દરમિયાન કોરોનાના ચેપથી બચવા માટે પીપીઇ કિટ પહેરી રવાના થયો હતો.

પીપલોદ ખાતે આવેલા એસવીએનઆઈટી ખાતે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ વિભાગના પ્રથમ વર્ષમાં ભણતા મિહિર વિભાસ ડોમેસ્ટિક ફ્લાઇટો શરૂ થતાં પોતાના વતન જવા માટે આજે સુરત એરપોર્ટ પહોંચ્યો હતો.

મિહિર એસવીએનઆઈટી ખાતેથી જ પીપીઇ કીટ પહેરીને એરપોર્ટ પહોંચ્યો હતો.જ્યાં તેની સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. મિહિર ઈન્ડિગોની ફ્લાઈટ થી દિલ્હી જવાનો હતો અને આ ફ્લાઈટના અન્ય યાત્રીઓએ તેને પીપીઇમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા.

મિહિરે જણાવ્યું હતું કે તે મૂળ બનારસનો છે. હાલ કોરોના વાઇરસના સંક્રમણ વધી રહ્યા છે અને છેલ્લા 60 દિવસથી વધુ લોકડાઉન હોવાના કારણે તેઓ હોસ્ટેલમાં હતા અને ભણતર સંપૂર્ણ રીતે બંધ હતું .

આ વચ્ચે જાણ થઈ હતી કે સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દીધી છે ફ્લાઇટ બુકિંગ સાથે તેને સુરક્ષિત યાત્રા કરવા માટે આ ખાસ પીપીઈ કીટ ખરીદી હતી. તેની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓએ પણ આવી જ રીતે હવાઈ યાત્રા કરવા માટે પીપીઇ કીટ ખરીદી હતી. સુરતથી દિલ્હી અને ત્યારબાદ લખનઉ સુધી બીજી ફ્લાઇટ કરી સુરક્ષિત ઘરે પહોંચ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.