ETV Bharat / city

સુરતમાં ઓનલાઇન ભણતર કરતા બાળ ગણેશની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર

આગામી દિવસોમાં ગણપતિનો તહેવાર નજીક આવતા ગણપતિની પ્રતિમા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. સુરતના મૂર્તિકાર કે જેઓ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યા છે, તેઓએ લોકોને જાગૃત કરવા માટે ગણેશજીની ખાસ પ્રતિમા બનાવી છે. તેમણે કોરોનામાં જે રીતે બાળકોને ઓનલાઇન શિક્ષણ લેવું પડ્યું હતું એ થીમને ધ્યાને રાખીને ઓનલાઇન અભ્યાસ કરતા બાળ ગણેશની પ્રતિમા બનાવી છે.

સુરતમાં ઓનલાઇન ભણતર કરતા બાળ ગણેશની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં ઓનલાઇન ભણતર કરતા બાળ ગણેશની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
author img

By

Published : Aug 9, 2021, 12:41 PM IST

  • યુનિફોર્મમાં બાળ ગણેશ ડિજિટલ માધ્યમથી અનેક વિષયો બની રહ્યા છે
  • ગણેશ ઉત્સવ દર વર્ષે ગણેશજીની અનેક પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે
  • ગણપતિની ભક્તિ કરવા માટે આવનારા લોકોની નજર આ પ્રતિમાથી હટશે નહીં

સુરત : ગણેશ ઉત્સવને લઇને લોકો આ વર્ષે ઘણા ઉત્સાહિત છે. કારણ કે, આ વખતે સરકારે ચાર ફૂટની પ્રતિમાને પરવાનગી આપી છે, ત્યારે બીજીબાજુ સુરતમાં ઓનલાઇન ભણતર કરતા બાળ ગણેશની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. કોરોના કાળમાં બાળકો જે રીતે ઘરે બેસીને ઓનલાઇન ભણતર મેળવી રહ્યા છે. તેની હુંબહુ ઝલક આ પ્રતિમામાં જોવા મળે છે. યુનિફોર્મમાં બાળ ગણેશ, ઓનલાઇન અભ્યાસ કરતા બાળ ગણેશ જેવી થીમ પર પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

સુરતમાં ઓનલાઇન ભણતર કરતા બાળ ગણેશની પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો- સુરતમાં આર્ટિસ્ટે 1.5 mmથી લઈ ને 1.5 ઇંચ સુધીની ગણેશજીની બનાવી 15 મૂર્તીઓ

ગણેશ ઉત્સવમાં દર વર્ષે ગણેશજીની અનેક પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે

છેલ્લા બે વર્ષથી ગણેશભક્તો ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરી શક્યા નથી. તેમ છતાં તેમની ભક્તિમાં કોઈ પણ કસર જોવા મળી ન હતી. ગણેશ ઉત્સવમાં દર વર્ષે ગણેશજીની અનેક પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. આ વખતે પણ સુરતના મૂર્તિકારે જે પ્રતિમા બનાવી છે, તેને મોટાઓ અને બાળકો જોઈને ખુબ જ ઉત્સાહિત થઈ ગયા છે, કારણ કે બાળકોને પોતાની છબિ આ પ્રતિમામાં નજરે પડે છે.

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ મેળવી રહેલા બાળકોની થીમ પર પ્રતિમા બનાવવામાં આવી છે

હાથમાં સ્માર્ટ વોચ, સ્માર્ટ મોબાઈલ અને યુનિફોર્મમાં ગણેશજીની આ પ્રતિમા જોઇને લાગશે કે, કોઈ નાનો બાળક કોરોના કાળમાં શિક્ષક પાસેથી ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યો છે. શાળાના યુનિફોર્મમાં ગણપતિ બાપ્પાની પ્રતિમા પાસે પુસ્તકો પણ છે અને તેમનું દફતર પણ છે. સ્માર્ટ મોબાઈલ પર ઓનલાઇન ભણતર કરનારા બાળગણેશ હાથમાં સ્માર્ટ વોચ પહેરે છે, એટલું જ નહીં તેમની પાસે સ્ટેશનરીની તમામ વસ્તુઓ પણ જોવા મળશે. બાળગણેશની આંખો સ્ટેન્ડ પર મુકવામાં આવેલા મોબાઈલ પર છે. જ્યારે આ પ્રતિમાની સ્થાપના થશે, ત્યારે ગણપતિની ભક્તિ કરવા માટે આવનારા લોકોની નજર આ પ્રતિમાથી હટશે નહીં.

ગણેશ કેનવાસ પર માતા-પિતાની તસવીરમાં રંગો ભરી રહ્યા છે

આ સાથે પેઇન્ટિંગ બનાવતા ગણેશની પ્રતિમાએ પણ આકર્ષણ જમાવ્યું છે. હાથમાં પેઇન્ટિંગ બ્રશ, કેનવાસ પર રંગો વિખેરીને તેઓ પિતા શિવ અને માતા પાર્વતીની તસ્વીર બનાવી રહ્યા છે. સફેદ રંગના વસ્ત્રોમાં બાળ ગણેશ કેનવાસ પર માતા-પિતાની તસવીરમાં રંગો ભરી રહ્યા છે, એટલું જ નહીં તેઓએ આસપાસ રંગો વેર-વિખેર કરી નાખ્યા છે. જે રીતે નાના બાળકો ઘરમાં તસવીરોને રંગથી વેર-વિખેર કરતા હોય છે, તેવી જ રીતે આ બાળ ગણેશ કેનવાસ પર ચિત્રકારી કરી રહ્યા છે.

આ પણ વાંચો- મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેક્સિન પર સવાર થઈ આવી રહ્યા છે ગજાનન

પેઇન્ટિંગ કરતાં બાળ ગણેશા પણ લોકોને ખૂબ જ ગમી રહ્યા

આ ખાસ પ્રતિમા સુરતના મૂર્તિકાર અને એન્જિનિયરિંગ કરી ચૂકેલા નીરવ ઓઝાએ બનાવી છે, તેઓએ જણાવ્યું હતું કે, તે પોતે એન્જિનિયરિંગના વિદ્યાર્થી રહી ચુક્યા છે અને કોરોનાકાળમાં કેટલી પણ વિકટ પરિસ્થિતિ હોય, પરંતુ કોઈ વસ્તુ અટકતી નથી. બાળકો ઘરે બેસીને ભણતર મેળવી રહ્યા છે અને આ હેતુથી આ પ્રતિમાને તૈયાર કરવામાં આવી છે. શાળાના યુનિફોર્મ સાથે તમામ વસ્તુઓની ખાસ કાળજી લેવાઇ છે. આ પેઇન્ટિંગ કરતાં બાળ ગણેશા પણ લોકોને ખૂબ જ ગમી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.