- સુરતમાં શરમજનક કિસ્સો સામે આવ્યો
- બિમાર પુત્રની કોઈએ મદદ ન કરતા થયું મોત
- પિતા અને પુત્ર બન્ને હતા બિમાર
સુરતઃ જિલ્લાના ઉમરવાડામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. એક શ્રમજીવી પરિવારનો પુત્ર બીમાર હતો, જેથી તેના પિતા પુત્રની સારવાર માટે હોસ્પિટલ લઈ જવા દોડ્યા હતા, જોકે, એક પણ રીક્ષાચાલાક તેમની મદદે આવ્યો નહી. પિતા પણ બીમાર હતા અને પુત્ર પણ બીમાર હતો. છેલ્લે પુત્રને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, ત્યાંથી તેને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે 3 વર્ષના પુત્રને મૃત જાહેર કર્યો હતો.

બાળકને ત્રણ દિવસથી ઝાડા ઉલ્ટી થતી હતી
સુરત જિલ્લાના ઉમરવાડામાં એક શ્રમજીવી પરિવાર 6 વર્ષથી રહે છે. તેઓ મૂળ બિહારના છે. પરિવારના મુખ્ય સદસ્ય રજત સહાની જેઓ પોતે પત્ની અને બે બાળકો જોડે અહીં સ્થાઈ થયા છે. તેઓ પોતે ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહીને મજૂરી કામ કરે છે. છેલ્લા ત્રણ દિવસથી તેમના મોટો પુત્ર જે 3 વર્ષનો છે, તેને ઝાડા ઉલ્ટી થતી હતી અને આજે મંગળવારે સવારે અચાનક તેની તબિયત વધારે ખરાબ થઈ જતા પિતા તેને લઈને હોસ્પિટલ જવા દોડ્યા હતા પણ તેની મદદે કોઈ આવ્યું નહી.
ડોક્ટર દ્વારા પુત્રને મૃત જાહેર કર્યો
રજત સહાનીએ જણાવ્યું કે, મારે બે પુત્ર છે, તેમાંથી મારો મોટો પુત્ર જેનું નામ મનીષકુમાર સહાની છે, તેને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલ્ટી થતી હતી. જોકે આજે વહેલી સવારે તેની તબિયત વધારે બગડતા તેને લઈને હું દોડ્યો પણ મારી મદદે કોઈ આવ્યું નહી. એક પણ રીક્ષાચાલક મારી મદદે આવ્યો ન હતો. હું મારા પુત્રને લઈને ખાનગી હોસ્પિટલમાં ગયો ત્યાંથી મને એમ કહેવામાં આવ્યું કે, તમે તમારા પુત્રને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ જાવ જેથી હું સિવિલમાં આવ્યો હતો, જ્યા ડોક્ટર દ્વારા મારા પુત્રની તપાસ કરવામાં આવી અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં પુત્રને લાવવામાં આવ્યાં બાદ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે સાંભળીને પરિવાર સાથે આવેલી પુત્રની માં રડવા લાગી હતી. તે સમય દરમિયાન હોસ્પિટલનું ટ્રોમાં સેંટરના લોકો આ પરિવારને જોઈને ગમગીની બની ગયું હતું.