સુરતઃ શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના ન્યૂ કિડની બિલ્ડીંગની બાજુમાં ઝાડી ઝાંખરા આવેલા છે. અહીંથી એક અજાણ્યા યુવકનું હાડપિંજર મળી આવતાં હોસ્પિટલ તંત્ર દોડતું (The skeleton of the youth was recovered from the civil hospital) થયું હતું. ત્યારબાદ હોસ્પિટલે આ મામલા ખટોદરા પોલીસને (Khatodara Police Station) જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હાડપિંજરનો કબજો લઈ તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી (Skeletal forensic examination) વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-Dead Child Found in Rajkot : જેતપુરના ભીડભંજન વિસ્તારમાં નદીમાંથી બાળક મળ્યું
સિક્યોરિટી ગાર્ડે જોયું હાડપિંજર - નવી સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ રાઉન્ડ ઉપર હતા. તે દરમિયાન તેને આ હાડપિંજર જોયું હતું. તે દરમિયાન સિક્યોરિટી ગાર્ડે હોસ્પિટલના તંત્રને જાણ કરતા તંત્ર દોડતું (The skeleton of the youth was recovered from the civil hospital) થયું હતું. આ મામલે ખટોદરા પોલીસે (Khatodara Police Station) વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- વેજલપુરના ફ્લેટના રસોડામાંથી ત્રિપુરાના યુવકનો શંકાસ્પદ રીતે મળ્યો મૃતદેહ
આ હાડપિંજર ભિક્ષુકનું હોવાનું અનુમાન - ઉલ્લેખનીય છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં ભિક્ષુકો દેખાતા હોય છે. આમાંથી કોઈ એક ભિક્ષુકનું આ હાડપિંજર હોઈ શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. આ હાડપિંજરમાં હાથના પંજાઓ દેખાતા નથી. તો આશરે 2 અઠવાડિયા પહેલા આ અજાણ્યા યુવકનું મોત થયું હોવાનું માની શકાય છે, પરંતુ વધુ વિગત તો તપાસ પછી જ સામે આવશે.