- સુરતમાં તાજેતરમાં આવેલા ભૂકંપના આંચકાની અસર
- અમૃતધારા એપાર્ટમેન્ટનો છતનો ભાગ તૂટી પડ્યો હતો
- સદનસીબે કોઈ જાનહાનિ નહીં
- સાવચેતીના ભાગરુપે મનપાએ બિલ્ડિંગની તપાસ કરી
સુરતઃ સુરતમાં ત્રણ દિવસ અગાઉ ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો જેને લઈને કેટલાક વિસ્તારોમાં લોકો રસ્તે ઉતરી આવ્યાં હતાં. આ આંચકાને લઈને ઘોડદોડ રોડ પર આવેલા અમૃતધારા એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ એકતરફ ભૂકપનો આચકો અને છતનો ભાગ તૂટી પડતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં બે દિવસ બાદ મનપાની ટીમ દ્વારા બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી રહી છે. મનપાની ટીમે બિલ્ડિંગ રહેવાલાયક છે કે કેમ તેમ જ શું શું નુકશાન પહોચ્યું છે તે સમગ્ર બાબતે તપાસ શરુ કરી છે.
હાઈરાઈઝ બિલ્ડિંગની છતનો ભાગ તૂટવા સંદર્ભે સુરત મનપા દ્વારા બિલ્ડિંગની તપાસ કરવામાં આવી
ત્રણ દિવસ અગાઉ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો જેને લઈને ઘોડદોડ રોડ પર આવેલા અમૃતધારા એપાર્ટમેન્ટમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો. જો કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે મનપા દ્વારા બિલ્ડિંગની તપાસ કરવામાં આવી રહી છે.