ETV Bharat / city

સુરતમાં પારદ શિવલિંગ મંદિરમાં લૂંટારુઓએ ચોરી કરી, ઘટના CCTVમાં કેદ

author img

By

Published : Aug 19, 2020, 3:38 PM IST

સુરતમાં શ્રાવણ માસની સમાપ્તિને લઇ ભાવવિભોર ઉજવણી ચાલી રહી છે, ત્યારે વિશ્વનું સૌથી મોટું પારદ શિવલિંગ મંદિરમાં બેફામ બનેલા લુટારુઓ તીક્ષ્ણ હથિયાર સાથે આવી ત્રણ દાનપેટી ઉઠાવીને ફરાર થઈ ગયા છે. શ્રાવણ માસમાં બનેલી આ ઘટનાથી ભક્તો આહત છે, જ્યારે બીજી બાજુ આરોપ છે કે, પોલીસે CCTV ફૂટેજ હોવા છતાં કોઇ નક્કર કાર્યવાહી કરી નથી.

Parad Shivling temple
પારદ શિવલિંગ મંદિરમાં લુટારુઓએ તીક્ષ્ણ હથિયાર સાથે આવી કરી ચોરી

સુરતઃ શહેરમાં વિશ્વનું સૌથી મોટું પારદ શિવલિંગ મંદિરમાં લુટારુંઓ તીક્ષ્ણ હથિયાર સાથે આવી ત્રણ દાનપેટી ઉઠાવીને ફરાર થઈ ગયા છે. પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં 2351 કિલોના પારદ શિવલિંગ છે, જ્યાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં રાજ્યમાંથી તેમજ અન્ય રાજ્યમાંથી શિવ ભક્તો આવતા હોય છે. આ આશ્રમમાં હથિયારો સાથે ઘૂસેલા લૂંટારુઓ દાનપેટી લઇ નાસી ગયા હોવાની ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ છે.

શહેરમાં અટલ આશ્રમમાં મોડી રાત્રે 3 લૂંટારુઓ ઘુસ્યા હતા. લૂંટારુઓ પહેલેથી જ હાથમાં તિક્ષ્ણ હથિયાર લઇ મંદિરના પરિસરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં મંદિરમાં મુકેલી 3 અલગ અલગ હજ્જારો રૂપિયા ભરેલી દાન પેટીની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.

બીજે દિવસે સવારે દાન પેટીની રકમ નહી દેખાતા CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં 3 લૂંટારાઓ દાન પેટી લઈ જતા CCTVમાં જોવા મળ્યા હતા. ચોરીની ઘટનાની જાણ અડાજણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. CCTV ફૂટેજ હોવા છતાં પોલીસે કોઈ પણ પ્રકારનો ગુનો નહી નોંધતા મંદિરના ટ્રસ્ટીઓમાં રોષ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.