ETV Bharat / city

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી નોંધણી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે - Registration process at minimum support price

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા (Registration process) તારીખ 1 ઓક્ટોબર 2021 થી શુભારંભ થશે. મગફળીની ખરીદી માટે તા. 1/10/2021 થી તા.31/10/2021 સુધી, જ્યારે ડાંગર, મકાઇ અને બાજરી માટે તા.01/10/2021 થી તા.16/10/2021 સુધી નોંધણી કરાવી શકાશે.

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar
author img

By

Published : Sep 30, 2021, 10:58 PM IST

  • સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે
  • 1થી 16 ઓકટોબર વચ્ચે નોંધણી કરાવી શકાશે
  • લોકોની સવલત માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2021- 22 માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવનાર છે. આ માટેની નોંધણી પ્રક્રિયા (Registration process) તા. 1 ઓકટોબરના રોજથી શરૂ થશે.

ઓનલાઇન નોંધણી કરાવી શકાશે

આ અંગે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) ની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી માટે તા.01/10/2021 થી તા.31/10/2021 સુધી, જ્યારે ડાંગર, મકાઇ અને બાજરી માટે તા.01/10/2021 થી તા.16/10/2021 સુધી નોંધણી (Registration) કરાવી શકાશે.

આ પણ વાંચો: સાબરકાંઠાના 16 ખેડૂતો પહોંચ્યાં ઇન્દોર, શીખી રહ્યાં છે આ પાકની ખેતી

આ પુરાવવા જરૂરી છે નોંધણી માટે

નોંધણી (Registration) કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12, 8-અની નકલ, ગામ નમૂના-12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગતમાં બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

આ પણ વાંચો: છોટાઉદેપુરના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટમાંથી માહિતી મેળવી કેપ્સિકમની ખેતી કરી

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

ઉલ્લેખનીય છે કે, મગફળી, ડાંગર, મકાઇ તથા બાજરી પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયું છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર 851171718 અથવા 851171719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.