- વરિષ્ઠ મતદાતાઓની મુશ્કેલીઓ
- વરિષ્ઠ નાગરિકોની ETV Bharat સાથેની વાતચીત
- સરકારી કચેરીઓમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગથી કાઉન્ટર બનાવવામાં આવે
સુરતઃ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરના વરિષ્ઠ નાગરિકો પણ પોતાનો મત આપશે. ચૂંટણીની હાર અને જીતમાં આમ તો નહિ પણ મહત્વની ભૂમિકા હોય છે. દરેક વર્ગને આકર્ષિત કરવા માટે દરેક પક્ષ પોતપોતાની રીતે જાહેરાત કરતા હોય છે પરંતુ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની સમસ્યા શું છે અને તેના નિરાકરણ શું લાવી શકાયએ માટે શહેરના વરિષ્ઠ નાગરિકોની ETV Bharat સાથે સમસ્યા તમારી ઉકેલ તમારો કાર્યક્રમના માધ્યમથી પોતાની રજૂઆત કરી હતી.
વરિષ્ઠ નાગરિકો માટે અલગથી કાઉન્ટર બનાવવામાં આવે
સુરતના વરિષ્ઠ નાગરિક વિજય દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક યોજનાઓ વરિષ્ઠ નાગરિકોના લાભાર્થે બનાવવામાં આવી છે. જે ખુબ જ સરસ છે પરંતુ સરકારી કચેરીઓમાં જ્યારે વરિષ્ઠ નાગરિકો જતા હોય છે, ત્યારે તેમને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે તેમને મોટી લાઈનમાં ઊભો રહેવું પડતું હોય છે અને કલાકો આ જ રીતે જતા હોય છે જો આવી સરકારી કચેરીઓમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગથી કાઉન્ટર બનાવવામાં આવે અને તેમની જાણકારી આપવા માટે હેલ્પની શરૂઆત કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકોને ખૂબ જ સારી સુવિધા મળી રહેશે.
અનેક વરિષ્ઠ નાગરિકો રોગગ્રસ્ત પણ હોય છે
જ્યારે અન્ય વરિષ્ઠ નાગરિક કમલેશ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ડાક વિભાગ નથી જેની સીધી અસર વરિષ્ઠ નાગરિકોને થતી હોય છે ડાક વિભાગ સંબંધિત કામગીરી માટે અમને યુનિવર્સિટી અથવા તો અન્ય વિસ્તારમાં જવું પડતું હોય છે આ વિસ્તારમાં ડાક વિભાગ ની સેવા શરૂ કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકોને ખૂબ જ લાભ થશે ખાસ કરીને ડાક વિભાગ માં પણ વરિષ્ઠ નાગરિકો માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ જેથી યુવાનો સાથે લાંબા સમય સુધી તેઓ લાઈનમાં ઊભા રહી શકે એમ નથી અનેક સિનિયર સિટીઝન રોગગ્રસ્ત પણ હોય છે આટલા કલાકો સુધી તેઓ ઉભા રહી શકતા નથી અમારા વિસ્તારમાં ડાક વિભાગ ની સેવા શરૂ થવી જોઈએ.
વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉદ્યાનમાં CCTV કેમેરા લગાવવું જોઈએ
વરિષ્ઠ નાગરિક સતીશ નાયકે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં જે વૃદ્ધ લોકો માટે જે ઉદ્યાન બનાવવામાં આવ્યા છે. તેમાં ઘણી સુવિધા છે કે, જે સુરત શહેરના શાંતિવન ઉદ્યાન નથી સુરતમાં શાંતિવન ઉદ્યાનની સંખ્યામાં વધારો કરવો જોઈએ સાથે વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉદ્યાનમાં CCTV કેમેરા લગાવવું જોઈએ જેથી અપરાધી ઘટના ન બને અનેકવાર તેમની સાથે મોબાઈલ અને ચેઈન સ્નેચિંગની ઘટના બનતી હોય છે. બીજી બાજુ ધ્યાનમાં આવતા વરિષ્ઠ નાગરિક માટે નાસ્તાની વ્યવસ્થા અને અખબાર મૂકવા જોઈએ અને ઉદ્યાનમાં ક્લાસિકલ મ્યૂઝિક વાગે તેવી પણ સુવિધા હોવી જોઈએ.