ETV Bharat / city

સુરતના લવેટા ગામમાંથી ગુમ થયેલી યુવતી 3 મહિના પછી ઉત્તરપ્રદેશમાંથી મળી

સુરતમાં યુવતીઓ ગુમ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે માંગરોળના લવાટ ગામમાંથી એક પરિણીતાને તેની પૂત્રી સાથે અજાણ્યો શખ્સ 29 માર્ચ 2021એ ફોન પર વાત કરી લલચાવીને લઈ ગયો હતો. અજાણ્યો શખ્સ આ યુવતીને ઉત્તરપ્રદેશ લઈ ગયો હતો. જોકે, પરિણીતાના પતિએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાને ઉત્તરપ્રદેશમાંથી શોધી હતી.

સુરતના લવેટા ગામમાંથી ગુમ થયેલી યુવતી 3 મહિના પછી ઉત્તરપ્રદેશમાંથી મળી
સુરતના લવેટા ગામમાંથી ગુમ થયેલી યુવતી 3 મહિના પછી ઉત્તરપ્રદેશમાંથી મળી
author img

By

Published : Jun 14, 2021, 3:30 PM IST

  • સુરતના માંગરોળના લવાટ ગામમાંથી મહિલા ગુમ થઈ હતી
  • માંગરોળ પોલીસે ત્રણ મહિના પછી મહિલાને UPમાંથી શોધી
  • એક અજાણ્યો શખ્સ મહિલાને લાલચ આપી UP લઈ ગયો હતો

સુરતઃ માંગરોળના લવાટ ગામમાં એક અજાણ્યો શખ્સ એક પરિણીતાને તેની પુત્રી સાથે ફોસલાવી અને લાલચ આવીને ઉત્તરપ્રદેશ લઈ ગયો હતો. જોકે, પરિણીતાના પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને શોધવાની કામગીરી શરૂ કરી હતી. આખરે 3 મહિના પછી આ મહિલા ઉત્તરપ્રદેશમાંથી મળી આવી હતી.

આ પણ વાંચો- 75થી વધુ વર્ષ પહેલાં ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ કરશે NFSU

મહિલાએ તેના પતિને ફોન કરતા મહિલા મળી આવી

29 માર્ચ 2021એ એક અજાણ્યો શખ્સ માંગરોળના લવેટામાં 27 વર્ષીય પરિણીતાને ફોન કરી ફોસલાવીને તેની નાની દીકરી સાથે કીમ ચારસ્તા પાસેથી કારમાં બેસાડી ઉત્તરપ્રદેશ લઈ ગયો હતો. પરિણીતાના પતિ તેજાભાઈએ પત્ની અને પૂત્રી ગુમ થયાની જાણ કામરેજ પોલીસને કરી હતી. થોડા દિવસ બાદ પત્નીનો ફોન પતિ પર આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એક શખ્સ મને ફોસલાવીને ઉત્તરપ્રદેશ લાવ્યો છે. હું ક્યાં છું એ મને ખબર નથી મારે ઘરે આવવું છે મને લઈ જાવ પતિએ પત્નીનો ફોન આવ્યો છેની જાણ પોલિસને કરી હતી

આ પણ વાંચો- ભાવનગરમાં અનોખી ખગોળીય ઘટના : લોકોનો પડછાયો એકથી બે મિનિટ માટે પડછાયો થયો ગુમ

પોલીસે લોકેશનના આધારે મહિલાને શોધી કાઢી

માંગરોળ પોલીસે ફોન લોકેશનના આધારે તપાસ કરતા લોકેશન ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લાનું આવ્યું હતું. તેના આધારે પોલીસે ટીમ બનાવી રવાના થઈ હતી અને બુલંદશહરના ખુરજાનગર પહોંચી ફોન લોકેશનના આધારે પરણીતા અને પૂત્રીને શોધી લીધી હતી અને કબજો લઈ માંગરોળ આવી પરિવારજનોને મા-દીકરી સોંપ્યા હતા ત્યારે બંને સહીસલામત ઘરે આવી જતા પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.