- માંડવી તાલુકાના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર
- ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર ડેમ થયો ઓવરફ્લો
- ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડેમ થયો ઓવરફ્લો
સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, ત્યારે ઘણા નદીનાળાઓ ફરી જીવંત થયા છે અને ડેમો પણ ઓવરફ્લો થયા છે, ત્યારે આજરોજ ઉકાઈ ડેમમાંથી 52 હજાર ક્યુસેક પાણી છોડાતા માંડવી તાલુકાનો કાંકરાપાર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા ડેમના નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
સારો વરસાદ અને બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને સોનામાં સુગંધ ભળી
ભાદરવો મહિનો રાજ્યભરના તેમજ સુરત જિલ્લાના ખેડૂતો માટે શુકનિયાળ રહ્યો છે, કારણ કે ભાદરવો મહિનો શરૂ થતા જ મેઘરાજા મહેરબાન થયા હતા અને ખેડૂતોની વરસાદની ઘટ પુરી થઈ હતી, ત્યારે આજરોજ સવારથી સતત વરસાદ અને બીજી તરફ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોની ખુશીમાં વધારો થયો હતો.