- મહિલાઓએ મોંઘવારી અંગે ભજન ગાઈને કર્યો વિરોધ
- મોંઘવારી અંગેના ભજનનો વીડિયો થયો વાયરલ
- વધતી જતી મોંઘવારીને લઈને લોકો ત્રાહિમામ
સુરત : કોરોનાની મહામારીને લઈને ધંધા રોજગાર પર અસર પડી છે. આ દરમિયાન કેટલાય લોકોએ પાતાની નોકરી ગુમાવી છે. તેવા સમયે લોકોને રાહત મળવાને બદલે પેટ્રોલ ડીઝલ, રાંધણ ગેસના ભાવ સહિત મોંઘવારી આસમાને પહોચી છે. આ ઉપરાંત સહિતના ભાવોમાં વધારો થયો છે. આથી, મોંઘવારી સામે લોકો હવે અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલાઓ ભજન સ્વરૂપમાં મોંઘવારીનો વિરોધ કરી રહી છે. આ વિડીયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: વડોદરાના સયાજીબાગ ઝૂમાં સિંહે રાષ્ટ્રીય પક્ષી મોરનો કર્યો શિકાર, જૂઓ વીડિયો...
મોંઘવારીનો અનોખો વિરોધ
વધતી મોંધવારીને કારણે પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલ, રાંધણગેસ સહિતના ભાવો આસમાને પહોંચ્યા છે. જેને લઈને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારીને લઈને લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને લોકો અલગ અલગ રીતે વિરોધ પણ કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં ઝડપથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ગૃહિણીઓને પડતી હાલાકીનું વીડિયોમાં વર્ણન
આ વાયરલ વીડિયોમાં 5 મહિલાઓએ મોંઘવારી પર એક ભજનના લહેકામાં ગીત બનાવ્યું છે. મોંઘવારી વિરુદ્ધ ભજન ગાઈને આ મહિલાઓએ વીડિયો બનાવ્યો હતો. આથી, સોશિયલ મીડિયામાં આ ગીત અપલોડ કરી લોકો મોંઘવારીનો વિરોધ દર્શાવી રહ્યા છે. ભજનના સ્વરમાં મોંઘવારીને લઈને આ ગીત તૈયાર કરાયું છે. જેમાં ગૃહિણીઓને જે હાલાકી પડી રહી છે તેનો વિસ્તૃત રીતે દર્શાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Surat: ઉમરપાડા જંગલમાં દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલ્યો, ધોધનો લ્હાવો લેવા ઉમટ્યા સહેલાણીઓ
કોને જઈને કહેવું, ક્યાં જઈને રહેવું, અનેક સવાલો...
આ અંગે તપાસ કરવામાં આવતા આ વીડિયો નવસારીના શ્યામ મહિલા મંડળનો હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાઓએ મોંઘવારીના મારથી કંટાળીને આ ભજન બનાવ્યું હતું. આ બાદ તેમણે શ્યામ મહિલા મંડળના યુટ્યૂબ ચેનલ સહિતના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો. આ બાદ વીડિયો વાયરલ થયો હતો.