- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પદવી એનાયત કરવામાં આવશે
- યુનિવર્સિટીના 36,614 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે
- મુખ્ય અતિથી તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અનેઅમિતાભ કાન્ત
સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના 36,614 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. તેમાં ઓકટોબર-નવેમ્બર 2020 તથા તે પહેલા લેવાયેલ સ્નાતક-અનુસ્નાતક કે ડિપ્લોમા પદવી પરીક્ષાઓમાં અભ્યાસ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. વિવિધ વિષયમાં રેન્ક મેળવનાર અને વધુમાં વધુ ગુણ મેળવનાર 179 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને અન્ય પારિતોષિક આપવામાં આવશે. જેમાં 109 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
મુખ્ય અતિથી તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અનેઅમિતાભ કાન્ત
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 52માં પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ 52માં પદવી સમાારંભ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મહેમાન તરીકે અમિતાભ કાન્ત ઉપસ્થિત રહેશે. તેમના દ્વારા 179 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
1 માર્ચ પછી વિદ્યાર્થીઓને ડિગ્રી સ્પીડ પોસ્ટ મારફતે મોકલવામાં આવશે
યુનિવર્સિટી દ્બારા કોરોના મહામારીને કારણે આ વર્ષે પદવીદાન સમારભમાં અમુક જ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓને 1 માર્ચ પછી વિદ્યાર્થીઓને ડિગ્રી સ્પીડ પોસ્ટ મારફતે તેમના સરનામા ઉપર મોકલી દેવામાં આવશે. અને વિદ્યાર્થીઓને ઓનલાઇન ડિગ્રી જોવી હોય તો યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac.in અને www.vnsguexam.org ઉપર જોઈ શકશે તથા ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કાઢી શકશે.