ETV Bharat / city

સુરતમાં દેશનું પ્રથમ હીરા જવેરાત માટે ઓકશન હાઉસ શરૂ થતાં જ ચાર દિવસનું બુકીંગ મળ્યું - The country's first auction house

આજે ભારતનું સૌ પ્રથમ ઓક્સન હાઉસનુ ઉદ્ઘાટન સુરતમાં થયું હતુ. આ ઓક્શન હાઉસ દ્વારા વેપારીઓને ઘણી રાહત મળશે. આ ઓક્શન હાઉસનું નામ નવરત્ન રાખવામાં આવ્યું છે.

surat
સુરતમાં દેશનું પ્રથમ હીરા જવેરાત માટે ઓકશન હાઉસ શરૂ થતાં જ ચાર દિવસનું બુકીંગ મળ્યું
author img

By

Published : Aug 16, 2021, 1:16 PM IST

  • સુરતમાં ભારતનું સૌપ્રથમ ઓક્શન હાઉસ શરૂ
  • હવે નાના વેપારીઓને વિદેશ જવાની જરૂર પડશે નહીં
  • રફ-પોલિશડ ડાયમંડ, જ્વેલરી સાથે જેમ સ્ટોનની ખરીદી વેચાણ સાથે હરાજી પણ કરી શકશે

સુરત : ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓકસન હાઉસ આજથી હીરાનાં વેપારીઓ માટે શરૂ થઈ ગયું છે આ ઓકશન હાઉસનું નામ નવરત્ન આ રાખવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ હાજર રહ્યા હતા. હવે સુરતમાં વિશ્વના કોઇપણ વેપારી આવીને ઓક્શન હાઉસનો ઉપયોગ કરી રફ-પોલિશડ ડાયમંડ, જ્વેલરી સાથે જેમ સ્ટોનની ખરીદી વેચાણ સાથે હરાજી પણ કરી શકશે. અંદાજે 4 કરોડ રૂપિયાનો ખર્ચ આ 2200 સ્ક્વેર ફુટમાં ઓકશન હાઉસ તૈયાર કરાયું છે. હવે નાના વેપારીઓને વિદેશ પ્રવાસ કરવાની જરૂર પડશે. શરૂઆતની સાથે જ ચાર દિવસ માટે ઓપ્શન બુકિંગ થઇ ગઇ છે.

15 કેબીનની વ્યવસ્થા

ભારતના પ્રથમ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન આજે (સોમવારે) કરવામાં આવ્યું છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને જ્વેલર્સ અને તેમની તમામ પ્રકારની પ્રોડક્ટની હરાજી કરવા માટે હવે સરળતા થઇ જશે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુરતમાં ભારતના સૌપ્રથમ ઓક્શન હાઉસની શરૂઆત કરાઈ છે.આ ઓકશન હાઉસમાં 11 વિવિંગ કેબીન, સેફ ડિપોઝીટ વોલ્ટ, નવરત્ન ગેલેરી, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ સાથે કોન્ફરન્સ રૂમ મળી કુલ 15 કેબીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતમાં દેશનું પ્રથમ હીરા જવેરાત માટે ઓકશન હાઉસ શરૂ થતાં જ ચાર દિવસનું બુકીંગ મળ્યું

આ પણ વાંચો : પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું, કપિલ સિબ્બલે આપી પ્રતિક્રિયા

લાભ આખા ગુજરાતના લોકોને મળશે

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, નવ રત્ન ગેલેરી શરૂ થતાં જ વેપારીઓ અહીં કલર સ્ટોન, જેમ સ્ટોન, સિલ્વર જ્વેલરી ડાયમંડ જ્વેલરી ગોલ્ડ જ્વેલરી તમામ પ્રકારના ઓક્શન થઈ શકશે. આનો લાભ આખા ગુજરાતના લોકોને મળશે. પ્રતિ દિવસ એક લાખ રૂપિયા ભાડું છે અલગ અલગ કેબિન બનાવવામાં આવી છે જ્યાં ટ્રેડિંગ કરી શકાશે. સાથે તેઓ હીરા જવેરાત સુરક્ષિત મૂકી શકે છે.

હીરા અને ઝવેરાતની હરાજી માટે યોગ્ય સ્થળ નહોતું

શહેરમાં શરૂ થનાર ઓકશન હાઉસને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને જીજેઇપીસીની માન્યતા મળી છે. વિશ્વભરમાં સુરત શહેર ડાયમંડ ઉદ્યોગનો હબ છે અહીંથી રફ ડાયમંડને કટિંગ અને પોલિશિંગ કરી વિશ્વના ખૂણે-ખૂણે વેચવામાં આવે છે, પરંતુ હવે જે રીતે સુરતમાં ઓક્શન હાઉસ શરૂ થશે તેનાથી વેપારીઓને ખૂબ જ લાભ મળવા જઈ રહ્યો છે. અગાઉ ક્યારે પણ હીરા અને ઝવેરાતની હરાજી માટે યોગ્ય સ્થળ ન હોવાથી વેપારીઓ હોટલો ભાડે રાખીને આયોજન કરતા હતા. જ્યાં કિંમતી હીરા જવેરાત રાખવા માટે કોઈ સુરક્ષા કે સુવિધા હોતી નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી જીજેઇપીસી દ્વારા ઓક્શન હાઉસ ની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

તમામ સુવિધાઓ એક જ સ્થળે

આ સમગ્ર બાબતે જીજેઇપીસીના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, લેબ્રોન ડાયમન્ડ ઓક્શન માટે પહેલું બુકિંગ 18મી ઓગસ્ટે થયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઓપન હાઉસ બનવાના કારણે વિદેશથી પણ લોકો ટ્રેડિંગ માટે સુરત આવશે. આખા વિશ્વમાં જે આ ડાયમંડની ખાણ છે ત્યાંથી લોકો સુરત આવશે.અગાઉ અનેક કંપનીઓ જ્યારે સુરતમાં આવતી હતી ત્યારે ઓક્શન માટે હોટલોમાં આયોજન થતા હતા. જ્યાં લાઈટ સિક્યોરિટી સહિત લોકરની સુવિધા ન હોવાથી વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો હવે આ ઓક્શન હાઉસ તૈયાર થવાથી આ મોટો પ્રશ્ન હલ થઈ જશે. અહીં નાનાથી લઈને મોટા વેપારીઓ ને લોકલ માર્કેટમાં થી કોઈપણ ટેન્ડરિંગ કરવું હોય તે માટે પોતાનો માલ સરળતાથી મૂકી શકશે.

ટેક્સેશનથી રાહત મળશે

વેપારી નિકુલ સુપારીવાળાએ જણાવ્યું હતું કે વેપારીઓને અગાઉ ખરીદી માટે દુબઈ હોંગકોંગ જેવા શહેરોમાં જવું પડતું હતું હવે અમારા ઘરમાં આજ અમને સુવિધા મળી ગઈ છે જે લોકો ત્યાં જઈ શકતા નહોતા તેઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે જે લોકો અત્યાર સુધી દુબઈ અને અન્ય શહેરોમાં એક્શન ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરતા હતા તેમની માટે પણ સારી તક છે. સમય બચતની સાથે ગુડ્સ ખરીદી થઈ શકશે. ટેકસેશનથી પણ રાહત મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.