સુરત : સુરતમાં 1 કિમીનો 6 લેનના રોડનું (Steel Slag Road) નિર્માણ એ એમ/એન એસ ઈન્ડીયાના હજીરા પ્લાન્ટમાંથી આશરે 1 લાખ ટન પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. તેને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CRRI) - કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચની (CSIR) લેબોરેટરીના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. કેન્દ્રના સ્ટીલ પ્રધાન રામ ચંદ્ર પ્રસાદ સિંઘે આજે સંપૂર્ણ અને વિશિષ્ટ સ્ટીલના સ્લેગથી ડિઝાઈન કરીને તૈયાર કરવામાં આવેલા ભારતના સૌપ્રથમ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય ગુણવત્તા - આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ઓમ્મેનએ જણાવ્યુ કે, CRRIના સહયોગથી એ એમ/એન એસ ઈન્ડિયા માર્ગ નિર્માણમાં નેચરલ એગ્રીગેટસનો વિકલ્પ વિકસાવવાનું ગૌરવ અનુભવે છે. જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવે છે અને ખર્ચમાં સ્પર્ધાત્મક છે તેમજ કુદરતી સ્ત્રોતો ઉપરનો બોજ ઘટાડે છે. વેસ્ટ ટુ વેલ્થ અને ક્લિન ઈન્ડીયા ઝુંબેશના ભાગ તરીકે હાથ ધરાયેલા આ નવતર પ્રકારનો પ્રયાસ સરક્યુલર ઈકોનોમીમાં યોગદાન સાકાર કરે છે. સાથે સાથે અન્ય લોકો અપનાવી શકે (Steel Slag Road in Surat) તેવું ઉદાહરણ પણ પૂરું પાડે છે.
આ પણ વાંચો : આ બે મહાનગરોને કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યપ્રધાને મંજૂરી આપી
એના ગામથી કીમ સુધી આઠ લેનના રોડ - એ એમ/એન એસ ઈન્ડીયાને તાજેતરમાં GR ઇન્ફ્રા પ્રોજેક્ટ તરફથી સ્ટીલ સ્લેગનો જથ્થો પૂરો પાડવાનો ઓર્ડર મળ્યો છે. જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા (NHAI) 36.93 કિમીનો સુરત (Steel Slag Road Inaugurated in Surat) નજીક એના ગામથી કીમ સુધીનો આઠ લેનના રોડ માટે આપવામાં આવ્યો છે. શરૂઆતી ઓર્ડર 1 લાખ ટન સ્ટીલ સ્લેગ પૂરો પાડવાનો છે. જે 350 ટન સ્ટીલ સ્લેગના પ્રથમ કન્સાઈનમેન્ટ ગત અઠવાડિયે એ એમ/એન એસ ઈન્ડીયા ખાતેથી રવાના કરવામાં આવ્યો હતો.
માર્ગ નિર્માણમાં સ્ટીલ - હજીરામાં એ એમ/એન એસ ઈન્ડીયાનો વાર્ષિક 9 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો સુસંકલિત પ્લાન્ટ ઈલેક્ટ્રિક આર્ક ફર્નેસિસ\કોનાર્ક ફર્નેસિસમાં 2 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પેદા કરે છે. સ્ટીલ સ્લેગનો ઉપયોગ ઘણા સમયથી રોડ બનાવવા તથા બાંધકામ ક્ષેત્ર માટે કરવામાં આવતો પણ તેની ગુણવત્તા અને અસરકારકતાને નિયંત્રિત કે મોનિટર કરવામાં આવતી નહીં હતી. તેના નિરાકરણ માટે કેન્દ્ર સરકારના સ્ટીલ મંત્રાલયે માર્ગ નિર્માણમાં સ્ટીલ સ્લેગના ઉપયોગ અંગે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવા માટે પ્રોજેક્ટ એનાયત કર્યો હતો.
આ પણ વાંચો : India's First Steel Road In Surat: ભારતનો પ્રથમ સ્ટીલ રોડ સુરતમાં તૈયાર, એક વર્ષ સુધી કરાયું હતું પરીક્ષણ
1000થી 1200 ભારે વાહનો આ રોડ પરથી અવરજવર - જેમાં એ એમ/એન એસ ઈન્ડિયાએ ઈન્ડસ્ટ્રી પાર્ટનર બનવાનુ સ્વીકાર્યુ હતું. પરિણામરૂપ પ્રોસેસ કરાયેલા સ્ટીલ સ્લેગ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોડ અને હાઈવે બાંધકામમાં વપરાતા કુદરતી સંશોધિત સ્ત્રોતોની તુલનામાં ટકાઉ અને કરકસર યુક્ત જણાય આવ્યો હતો. આ દેશમાં અંશતઃ પથ્થરની કપચીને બદલે દુનિયામાં કદાચ પ્રથમ વખત સ્ટીલ સ્લેગના સ્તરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવો તૈયાર કરાયેલો રોડ સુરત જિલ્લા માટે મહત્વનો ટ્રાન્સપોર્ટ કોરિડોર બની રહેશે કારણ કે દૈનિક અંદાજીત 1000થી 1200 ભારે વાહનો આ રોડ પરથી અવરજવર કરે છે. આ રોડની મજબૂતાઈ દેશના માર્ગ નિર્માણ ક્ષેત્રે રિસાયકલ કરેલી સામગ્રીના ઉપયોગ અને ભારતમાં હાઈવે નિર્માણમાં નવતર પ્રકારના પ્રયત્નની સંભાવના પુરવાર કરે છે.