ETV Bharat / city

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે

મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ માત્ર લોકોની આંખની રોશની માટે ઘાતક નથી. આ રોગના કારણે લોકોને દાંત સાથે પોતાના જડબા પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. કારણ કે આ રોગથી દર્દીઓના જડબા કમજોર થાય છે. જેથી દાંત કાઢવાનો વારો આવે છે અથવા તો આપોઆપ પડવા લાગે છે. આવા સમયે દર્દીઓનો જીવ માત્ર ત્વરિત સારવારથી બચાવી શકાય છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે
મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે
author img

By

Published : May 20, 2021, 9:35 PM IST

  • મ્યુકોરમાઇકોસિસના કારણે દર્દીઓને દાંત ગુમાવવાનો વારો
  • સાઈનસથી શરૂ થતું ફંગલ ઈન્ફેક્શન મૂળમાંથી કાઢવું અનિવાર્ય
  • દર્દીઓને દાંત સાથે જડબા અને તાળવાની ચામડી પણ ગુમાવવી પડે છે

સુરત: કે.પી સંઘવી હોસ્પિટલના ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન ડૉ. નેહલ પટેલે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસિસ એ બ્લેક ફંગસ છે. જે સાઈનસથી શરૂ થાય છે. જો આ ફંગસને સાઇનસથી જ કાઢવામાં ન આવે તો તે ઉપરના જડબાના હાડકાને ખરાબ કરવા લાગે છે. સીટી સ્કેનમાં જોવા પર લાગે છે કે, કોઈ ઉંદરે હાડકાને ખાધું હોય. જો પ્રાથમિક સ્તર પર એની સારવાર ન કરવામાં આવે તો ફંગસ ઉપરના જડબાના હાડકાને અસર કરવા લાગે છે. જેથી જડબામાંથી પરૂ નીકળવા લાગે છે અથવા તો દાંત હલવા લાગે છે અથવા તો હાડકા મોઢું ખોલતા જ જોવા મળે છે. આ તમામ લક્ષણો હાડકામાં ફંગસની અસરને બતાવે છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત
મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત

દાંત સાથે આ હાડકાને કાઢી દેવામાં આવતું હોય છે

ડૉ. નેહલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા કેસમાં 50થી 60 ટકા એવા કેસ હોય છે, જેમાં ફંગસના કારણે હાડકાં ક્ષતિગ્રસ્ત થતા હોય છે. આવી પરિસ્થિતિમાં અમે જોઈએ છે કે, કેટલા અને ક્યા હાડકાઓ પર અસર થઈ છે. સૌથી વધારે અસર રાક્ષસી દાંત ઉપર થતી હોય છે. કારણકે સાઇનસનું એપેક્સ ત્યાં હોય છે. સીટી સ્કેન અને MRI થકી જ ખબર પડે છે કે કેટલી અસર થઈ છે. આ હાડકાને કાઢી દેવામાં આવતું હોય છે . જેને પાર્સલ મેગ્ઝીલેટોમી કરીને કાઢવામાં આવે છે. જેથી આ રોગ આગળ વધે નહીં. ઓપરેશનમાં દાંત સાથે જડબાના હાડકાને કાઢી દેવામાં આવતું હોય છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે

તાળવાની ચામડી પણ કાઢવી પડતી હોય છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનેક કેસમાં જોવા મળે છે કે એક તરફનું આખુ જડબું અસરગ્રસ્ત થયું હોય. આવા કેસમાં આખું જડબું અસરગ્રસ્ત હોય તો આખું જડબું દાંત સાથે કાઢવું પડતું હોય છે. અનેકવાર તાળવાની ચામડી પણ કાળી થઈ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં ચામડી પણ કાઢી નાંખવી પડે છે.

મ્યુકોરમાઇકોસિસના કારણે નિકાળવામાં આવેલું જડબું

8 થી 10 મહિના બાદ હાડકા ફરીથી લાગવાની સલાહ અપાય છે

ડૉ. નેહલના જણાવ્યા પ્રમાણે, અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રોગને રોકવાની હોય છે. 50 ટકા કેસમાં સર્જરી કરવી પડતી હોય છે અને ત્યારબાદ મેડિકલ મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે. દર્દીઓને એન્ટિફંગલ આપવામાં આવે છે. સાધારણ રીતે અમે 8થી 10 મહિના સુધી રાહ જોતા હોઈએ છે અને ત્યારબાદ કોઈપણ દાંતના ડોક્ટર તેની ઉપર દાંત લગાવી શકે છે. અમે દર્દીઓને 8થી 10 મહિના સુધી સીટી સ્કેન કરવા માટેની સલાહ આપતાં હોઈએ છે. અમે એક વર્ષ સુધીના દર્દીઓના રેકોર્ડ રાખીએ છે જેમાં લોકોને આ ફંગસની અસર ફરીથી થઇ નથી. જેથી તેઓ હાડકા ફરીથી લગાવી શકે છે અને ત્યારબાદ તેના પર દાંત બેસાડી શકાય છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.