- 11 ફેબ્રુઆરીથી કોર્ટનું કામકાજ શરૂ કરવા માગ
- ડિસ્ટ્રીકટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસને કરી રજૂઆત
- જો કોર્ટ શરૂ નહીં કરાઈ તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન
સુરતઃ કોરોના કાળથી સુરત જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટનું હિયરિંગનું કામ કાજ બંધ છે. 11 ફેબ્રુઆરી સુધીમાં કામ કાજ શરૂ કરવા બાર એસોસિએશનએ ચીફ જસ્ટીસ વિક્રમ નાથને રજુઆત કરી છે. જો 11 ફેબ્રુઆરી સુધીમાં સરકાર મંજૂરી આપે કે ન આપે બાર એસોસિએશન દ્વારા 12 ફેબ્રુઆરીથી કોર્ટમાં કામકાજ શરૂ કરી દેવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.
જુનિયર વકીલોને પડી રહી છે ભારે હાલાકી
બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાંવ્યું હતું કે, છેલ્લા 10 મહિલાનાથી ફીઝીકલ કામકાજ બંધ છે. ફક્ત ઓનલાઈન કામ ચાલુ છે. લોકડાઉનથી આજ દિન સુધી કોર્ટ ચાલુ નહીં કરવામાં આવતા જુનિયર વકીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ નહિવત જેવું થઈ ગયું છે. શહેરમાં રોજ આશરે 30-35 જેટલા કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે કોરોના કાબૂમાં આવતા સરકારે કોર્ટ ચાલુ કરી દેવી જોઈએ. અમે લોકો કોરોના નિયમનું પાલન કરી કામકાજ કરીશું. વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેટ ઈલેક્શન કમિશ્નર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પણ જાહેરાત કોરોનાના કેસ ઓછા થવાને કારણે જ કરાઈ છે. અમે લોકોએ 11 ફેબ્રુઆરીથી કોર્ટનું કામકાજ શરૂ કરવા ચીફ જસ્ટીસ વિક્રમ નાથને રજૂઆત કરી છે. જો કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો બાર એસોસિએશન દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે 12 ફેબ્રુઆરીથી કોર્ટનું કામ શરૂ કરવા નિર્ણય કર્યો છે.