ETV Bharat / city

મુખ્યપ્રધાનના કોંગ્રેસ અને નેહરુ પ્રહાર, દેશમાં બેરોજગારી માટે જવાબદાર ગણાવ્યા - gujrat cm

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે જેને લઇ રૂપાણી સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને સાથો સાથ વિપક્ષને બેરોજગારીનો મુદ્દો ન મળે આ માટે 9 દિવસ સુધી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતે યોજવામાં આવેલા રોજગાર દિવસ નિમિત્તે વિજય રૂપાણીએ બેરોજગારી માટે નહેરુ અને કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા હતા.

મુખ્યપ્રધાનના કોંગ્રેસ અને નેહરુ પ્રહાર, દેશમાં બેરોજગારી માટે જવાબદાર ગણાવ્યા

author img

By

Published : Aug 6, 2021, 5:43 PM IST

  • રાજ્યના 62 હજારથી વધુ યુવાનોને રોજગાર નિમણુંક પત્રો એનાયત થશે
  • વિપક્ષને બેરોજગારીનો મુદ્દો ન મળે માટે 9 દિવસ રોજગાર દિવસની ઉજવણી
  • કોંગ્રેસના લોકો થઈ ગયા છે બેકાર : રૂપાણી

સુરત: આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે જેને લઇ રૂપાણી સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્ય અને સાથો સાથ વિપક્ષને બેરોજગારીનો મુદ્દો ન મળે આ માટે 9 દિવસ સુધી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ખાતે યોજવામાં આવેલા રોજગાર દિવસ નિમિત્તે વિજય રૂપાણીએ બેરોજગારી માટે નહેરુ અને કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા હતા. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ જે કહે છે તે કરે છે અમે ખોટા વચન આપતા નથી.

‘‘રોજગાર દિવસ’’ ની ઉજવણી કરાઈ

સુશાસનના પાંચ વર્ષ ‘‘સૌનો સાથ અને સૌનો વિકાસના’’ કાર્યક્રમ હેઠળ સુરતના આંગણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ‘રોજગાર દિવસ’ નિમિત્તે રાજયકક્ષાના મેગા જોબ ફેર અને નિમણુંક પત્રો એનાયત કરાયા છે. રાજ્યના 62 હજારથી વધુ યુવાનોને રોજગાર નિમણુંક પત્રો એનાયત થશે.

ગુજરાત છે તકની ધરતી

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તમામ જેમને નૌકરી મળી રહી છે. તેમને શુભકામનાઓ કે વિશ્વ કોરોનાના કારણે થોભી ગયું છે ત્યારે નિષ્ણાંતો કહી રહ્યા છે કે, લોકો નોકરી વિહોણા થઈ ગયા ત્યારે ગુજરાત આશાનું કિરણ બન્યું છે. 5 વર્ષ થતા સેવા યજ્ઞમાં આજે 62 હજાર થી વધુ લોકોને રોજગાર મળી રહ્યું છે. ગુજરાત તકની ધરતી છે. ભાજપ જે કહે છે તે કરે છે, અમે ખોટા વચન આપતા નથી. 2019 માં આપેલા વચનો અમે એક બાદ એક પૂર્ણ કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર સ્થાપિત કર્યું, યુવાનોને કામ મળી રહ્યા છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે. ખેડૂતોને યોગ્ય રકમ મળી રહ્યું છે.

દાનત અને નિયત નહોતી જેના કારણે લોકોને કામ નહીં મળ્યા

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમુક લોકો બેકાર થઈ ગયા છે તેની માટે મારી પાસે કોઈ ઉપાય નથી, કોંગ્રેસ પર પ્રહાર કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તમે બેકાર થઈ ગયા છો તમારી દુકાન બંધ થઈ હતી. તમારી બેકારી પ્રજાએ કરી છે તમારું સ્થાન પ્રજાએ બતાવ્યુ છે. આ માટે કાર્યક્રમોમાં વિરોધ બતાવે છે. 50 વર્ષ સુધી શાસન કર્યું તેમ છતાં બેકારી વધી છે, ડીગ્રી હોવા છતાં યુવાનો નહેરુ જી રોજગાર આપો આ માંગ હતી. પરંતુ રોજગારી આપી નથી. તમારી દાનત અને નિયત નહોતી જેના કારણે લોકોને કામ નથી મળ્યા. દેશમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મૂળમાં કોંગ્રેસ છે. વડાપ્રધાન મોદી આવ્યા બાદ ગરીબોની જરૂરિયાત પૂર્ણ થાય એ માટે વડાપ્રધાન મોદીએ ચિંતા કરી છે ગરીબી દૂર કરવા કટિબદ્ધ છીએ. સરકારી નોકરી પર કોંગ્રેસે પ્રતિબંધ મુક્યા હતા. 2 લાખ લોકોને સરકારી નૌકરી આપી છે. યુવાનોના નામે ખોટા આંસુ વહાવે છે. GPSCની સેવાઓ નિયમિત લેવામાં આવી રહી છે. 2085 રોજગાર મેળા કર્યા છે. 25 લાખ થી વધુ પરપ્રાંતીય મજુરોને તેમના રાજ્યમાં કોરોના કાળમાં મોકલ્યા જેના કારણે ખબર પડી કે આટલી સંખ્યામાં લોકોને ગુજરાત રોજગાર અપાઈ છે. આવનારા દિવસોમાં વધુમાં વધુ ઉદ્યોગ લાવવું છે.

રોજગાર મળે તો વિકાસદર વધે

રાજ્યના પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, 6.5 કરોડ જનતાની ચિંતા મુખ્યપ્રધાન કરે છે. 5 વર્ષમાં વિકાસ ટોચમાં જાય તેની ચિંતા છે. વિકાસદર સૌથી અગત્યનું છે. રોજગાર અને વિકાસ સાથે છે. રોજગાર મળે તો વિકાસદર વધે. સરકાર નીતિ કઈ રીતે બનાવે છે. તેના કારણે મૂડી રોકાણ આવે છે અને તેનાથી રોજગાર મળે છે. પોલિસી ગિવર સ્ટેટ છે. કોરોના પછી ઘણી કંપની ચાઇના છોડીને અન્ય દેશોમાં જવા તૈયાર છે. તેમને કઈ રીતે રાજ્યમાં લાવીએ તેમના માટે હોશિયારી જોઈએ તે માટે અમે તત્પર છીએ. પહેલા પ્રોડક્શન પછી મંજુરીએ મુખ્યપ્રધાનને એમએસસી માટે નીતિ છે. પ્રોસેસિંગ માટે લાભ થાય આ માટે ઉદ્યોગકારોને બોલાવવામાં આવ્યા છે. સ્ટાર્ટ અપની અંદર ગુજરાત પ્રથમ છે. કૃષિ, ટુરિઝમ અને રોજગારી આપે છે. રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. સૌની યોજના અને નર્મદાના કારણે 12 મહિના સુધી ખેડૂતો કેવી રીતે કરી શકે છે. એક દિવસમાં 62000 હજાર લોકોને રોજગાર મળે એ ગૌરવની બાબત છે. દેશમાં 24 તક એપેન્ડિઝ ગુજરાતથી થાય છે. નવી ટેકનોલોજીની ટ્રેનિંગ ITIમાં મળે છે. 10 લાખ મહિલાઓને 1000 કરોડની લોન આપી છે. માત્ર ગુજરાત ના લોકોને રોજગારી માટે નહીં અન્ય રાજ્યોના લોકોને પણ રોજગારી આપે છે.પ્રજા અમારી સાથે છે.રોજગરીમાં સરકાર તકો વધારશે.

આ પણ વાંચો: "રૂપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"

અન્ય રાજ્યથી આવેલા લોકોને રોજગારની તક સૌથી વધી ગુજરાતમાં

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ટાર્ગેટ કરતા 20 ટકા વધુ લોકોને રોજગાર આપવામાં આવી છે. મુખ્યપ્રધાન કહેતા હોય છે કે, આ ઉજવણી નહીં પરંતુ લોકોને સેવા આપવાની તક છે. ગુજરાતમાં કારીગર બહારના એવું માની લેવાની નહિ અન્ય રાજ્યથી આવેલા લોકોને રોજગારની તક સૌથી વધુ ગુજરાતમાં છે. કોરોના કાળમાં બીજા રાજ્યમાં સૌથી વધુ ટ્રેન અમદાબાદ અને સુરતથી ગઈ છે. જેથી કહી શકાય કે, રોજગારની તક ગુજરાત આપે છે. અંકલેશ્વર GIDC સૌથી મોટી હતી. ઘણા બધા લોકો કહે છે. દારૂ બંધી હોવાના કારણે શાંતિ છે અને ખાસ ઔદ્યોગિક વિસ્તાર સુરત ડાયમન્ડ ઉદ્યોગ માટે ડાયમન્ડ બુર્શ માટે સરકારે જમીન આપી જેના કારણે મોટી સખ્યામાં રોજગાર ઉભી થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.