સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે ટોયલેટ ટબમાંથી નવજાત બાળકીનો મૃતદેહ(Body of a Newborn Baby) મળી આવતા સફાઈ કામદારો ગભરાઈ ગયા હતા. જેને લઇ સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થઇ ગયું હતું. હાલ આ મામલે ખટોદરા પોલીસે(Khatodara police) બાળકી કોણ મૂકીને ગયું અને કોની બાળકી છે. ક્યારે પ્રસુતિ થઈ એ તમામની તપાસ કરી રહી છે. આ સિવિલ હોસ્પિટલના(Surat New Civil Hospital) ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના સામે આવી છે.
આ પણ વાંચો: મૃત જાહેર કરાયેલી નવજાત બાળકીને કબરમાં દફનાવી તો દીધી પછી થયું એવું કે...
ટ્રોમા સેન્ટરના ટોયલેટના ટબમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો - સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે ટ્રોમા સેન્ટરના ટોયલેટ ટબમાંથી(From Toilet Tub of Trauma Center) સફાઈ કર્મચારીઓની નવજાત બાળકીનો મૃતદેહ જોવા મળતા સફાઈ કર્મચારીઓએ બુમાબુમ કરતા RMO(Registered Medical Officer), ડોક્ટર, નર્સ, સિવિલ તંત્ર દોડતું થઇ ગયું હતું. આ અધૂરા માસે નવજાત બાળકીના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં(History of Civil Hospital) પહેલીવાર આવી ઘટના સામે આવી છે.
બાળકી કોણ મૂકીને ગયું, કોની બાળકી છે અને ક્યારે પ્રસુતિ થઈ તેની તપાસ ચાલી રહી છે - આ સાથે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટના સામે આવતા જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. હાલ આ મામલે પોલીસે બાળકી કોણ મૂકીને ગયું અને કોની બાળકી છે, ક્યારે પ્રસુતિ થઈ એ તમામની તપાસ કરી રહી છે. જેમાં પહેલા પોલીસે સિવિલ હોસ્પિટલના તમામ CCTV ફૂટેજ અને હોસ્પિટલના NICU વોર્ડમાં(NICU ward of the hospital) અને મોડી રાતે ક્યાં બાળકીની પ્રસુતિ થઈ છે. એ તમામ વિગતો સાથે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: વડોદરાના જાંબુવા પાસેથી નવજાત બાળકી મળી, ICUમાં દાખલ
પ્રસુતિ ક્યારે થઈ અને નવજાતની માતા કોણ તેની તપાસ ચાલુ છે - આ બાબતે નવી સિવિલ હોસ્પિટલ સુપરીન્ટેન્ડેન્ટ(New Civil Hospital Superintendent) ગણેશ ગોવેકર એ જણાવ્યું કે, હા મને આ બાબતે જાણ કરવામાં આવી હતી. આ ઘટના સવારે બની હતી. અને હાલ આ મામલે સિવિલ હોસ્પિટલ પોતાની રીતે તપાસ કરી રહ્યું છે. હોસ્પિટલ દ્વારા આ મામલે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. એટલે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમે લોકો પણ પોલીસને સહયોગ કરી રહ્યા છીએ.અમારા તરફ થી તો પ્રસુતિ ક્યારે થઈ અને નવજાતની માતા કોણ તેની તપાસ ચાલુ છે.