સુરતઃ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 400ને પાર થઈ ગઇ છે. સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર થઈ રહી છે. ત્યારે જિલ્લાની મેટાસ એડવંતીસ્ટ હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝીટીવ દર્દીનું સારવારનુ બિલ 5.88 લાખ આવતા લોકો પણ ચોંકી ગયા હતા.
ટ્વિટર પર યુસુફ નામના યુવાન એ PMO અને CMO ગુજરાત ને એક ટ્વિટ કરી જણાવ્યું છે કે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થનાર દર્દી પાસે 5.88 લાખ બીલ લેવામાં આવ્યું છે. સાથે બીલની કોપી પણ આ ટ્વિટમાં એટેચ કરવામાં આવી છે. બિલમાં દર્દીનું નામ અબ્દુલ વાહીદ કુરેશી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીલની વિગત આ પ્રમાણે દર્શાવવામાં આવી છે.
કેરૂમ ચાર્જ- રૂ. 62,500
પેશન્ટ કેર સર્વિસ-રૂ.11,600
રેડીઓલોજી સર્વિસ-રૂ.3600
બિસાઈડ પ્રોસિઝર-રૂ.30,800
ડોકટર કન્સલ્ટેશન-રૂ.1,06,300
લેબરોટરી સર્વિસ- રૂ. 16,540
ઇન પેશન્ટ રજીસ્ટ્રેશન ચાર્જ- રૂ. 200
એડમિનિસ્ટ્રેશન સર્વિસ ચાર્જ- રૂ. 5250
સર્વિસ ચાર્જ- રૂ. 26,882
15 ટકા એક્સ્ટ્રા ચાર્જ- રૂ.40,322
આ અંગે હોસ્પિટલના લીગલ એક્સપર્ટ પ્રણય રાજપુતે જણાવ્યું હતું કે 50 વર્ષીય અબ્દુલ દર્દી 17 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત ક્રિટિકલ હતી. અમે તેમને અગાઉ થી જ જાણ કરી દીધી હતી કે તેમના સારવાર નું બિલ કેટલું આવી શકે. અને તેઓ તૈયાર પણ થઈ ગયા હતા.
અને વધુમાં જણાવ્યું કે આ બિલ થી દર્દીને કોઈ સમસ્યા નથી. દર્દીની હાલત ક્રિટિકલ હતી. તેમને એન્ટી બાયોડિટેલ અને અન્ય દવાઓ આપવામાં આવી હતી. અમે અગાઉ થી જ બિલ અંગે જણાવી દઈએ છીએ. યુસુફ હિંગોરા અસામાજિક તત્વ લાગે છે અને તેની ઉપર અમે લીગલ એક્શન લેશું.
ઉલ્લેખનીય છે કે જે કોરોના વાઇરસને દૂર કરવા સરકારી હોસ્પિટલ એક પણ રૂપિયો દર્દી પાસે નથી લેતી તે જ સારવાર માટે લાખો રૂપિયા અનેક દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલને આપી રહ્યા છે. જેની જાણ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને કરવા માટે શહેરના એક યુવાન દ્વારા ટ્વિટ કરાયું છે.