- સુરત મહાનગરપાલિકાના પાર્ટીપ્લોટમાં સંખ્યાબંધ વૃક્ષો
- જથ્થાબંધ વૃક્ષોને સુરત મહાનગરપાલિકાના ખુલા પાર્ટી પ્લોટમાં ઠાલવવામાં આવી રહ્યા છે
- વૃક્ષોના ઝૂમખામાં કચરો પણ જોવા મળી રહ્યો છે
સુરત: તૌકેત વાવાજોડુંને પગલે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઘણા બધાં વૃક્ષો ધરાશાયી થયા હતા. એ બધાં જ વૃક્ષોને શહેર ફાયરની ટીમ દ્વારા મશીનોથી અલગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બધા જ વૃક્ષોને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં મુકવામાં આવેલા છે. આજ રીતની સ્થિતિ સમગ્ર સુરત મહાનગરપાલિકાના પાર્ટીપ્લોટમાં સંખ્યાબંધ વૃક્ષો જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ખંભાતના રાલજ રોડ પર 10થી વધુ વૃક્ષો ધરાશાયી
350થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા
સુરત શહેરમાં તૌકેત વાવાઝોડાને કારણે શહેરના ઘણા બધા વિસ્તારોમાં 350થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. એ બધા જ વૃક્ષોને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેમના જ પાર્ટી પ્લોટમાં હાલ પણ થલવામાં આવી રહ્યા છે. સ્થિતિ જોઈને કહી શકાય છે કે, હજી પણ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના કાટમાળ પાલિકાની ટીમ દ્વારા જથ્થાબંધ વૃક્ષોને સુરત મહાનગરપાલિકાના ખુલા પાર્ટી પ્લોટમાં ઠાલવવામાં આવી રહ્યા છે. આ જથ્થાબંધ વૃક્ષોના ઝૂમખામાં કચરો પણ જોવા મળી રહ્યો છે. ક્યાંક નાળિયેરની છાલો તો ક્યાંક ફાટેલા કપડાં તેમજ સુકો કચરો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી
આ જથ્થાબંધ વૃક્ષની ડાળખીઓને શહેરના સ્મશાનગૃહમાં મોકલવામાં આવશે
સુરત શહેરમાં તૌકેત વાવાજોડાને કારણકે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધરાશાયી થયેલા વૃક્ષોને હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેમના ખુલા પાર્ટી પ્લોટમાં ઠાલવવામાં આવી રહ્યા છે. અને ત્યારબાદ અહીંથી આ બધા જ વૃક્ષોની દાળકીઓને શહેરના તમામ સ્મશાન ગૃહમાં મોકલવામાં આવશે. હાલ કોરોના મહામારીને કારણે સ્મશાન ગૃહમાં પણ લાકડાઓની અછત જોવામાં આવી રહી હતી. આ વાતને ધ્યાનમાં લેતા થોડા દિવસો પહેલાં જ સુરત મહાનગરપાલિકાના કમિશનરએ એમ જાહેરાત કરી હતી કે શહેરમાં ધરાશાયી થયેલા વૃક્ષોના ડાળખાઓને શહેરના તમામ સ્મશાન ગૃહમાં મોકલવામાં આવશે.