- સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં ચોરી કરતો VIP ચોર ઝડપાયો
- ચોરી કરવા ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવતો હતો
- ચોરી અગાઉ રેકી કરતો અને બાદમાં શહેર છોડી દેતો હતો
સુરત: શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ૩૦થી વધુ ચોરીઓ કરનારા VIP ચોરની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મૂળ ઓરિસ્સાનો આ ચોર ખાસ ફ્લાઈટમાં સુરત આવીને લિંબાયત વિસ્કારમાં રહેતો હતો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીઓની ઘટના સામે આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્વેલન્સ સહિત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતુ. જેના કારણે તેમને આ ચોરને પકડવામાં સફળતા મળી હતી.ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો
આરોપી છેલ્લા 6 વર્ષથી કરતો હતો ચોરી
આરોપી ગુરખા બીસોઈ વર્ષ 2014થી ચોરી કરતો આવ્યો છે. તેમા પણ ખાસ કરીને સુરત આવીને અવાર-નવાર ચોરી કરતો હતો. પોતાના વતન ઓરિસ્સાથી તે અનેક વખત ફ્લાઈટમાં પણ આવતો હતો. તેની મોડસ ઓપરેન્ડીમાં તે ઔદ્યોગિક વિસ્તારને નિશાન બનાવતો હતો. એટલું જ નહીં સાંજના સમયે પોતાના રૂમમાં જમીને ચોરીના પૈસેથી ખરીદેલા મોપેડ પર ઔદ્યોગિક વિસ્તારમાં જઈને રેકી કરતો હતો. મોડીરાત્રે ઔદ્યોગિક કારખાનાઓ બંધ થયા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશતો હતો અને ડ્રોવરના લોક તોડીને રોકડા સહિત સાડીઓ અને અન્ય માલ-સામાનની ચોરી કરીને સવારના 4 વાગ્યા સુધીમાં ફરાર થઈ જતો હતો.
ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો - ગુજરાત
ફ્લાઈટમાં સુરત આવીને ટેક્સટાઈલ માર્કેટ તેમજ ઔદ્યોગિક વસાહતોમાં 30થી વધુ ચોરીઓને અંજામ આપનારા ઓરિસ્સાના VIP ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
![ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10781325-810-10781325-1614310886902.jpg?imwidth=3840)
ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો
- સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં ચોરી કરતો VIP ચોર ઝડપાયો
- ચોરી કરવા ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવતો હતો
- ચોરી અગાઉ રેકી કરતો અને બાદમાં શહેર છોડી દેતો હતો
સુરત: શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ૩૦થી વધુ ચોરીઓ કરનારા VIP ચોરની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મૂળ ઓરિસ્સાનો આ ચોર ખાસ ફ્લાઈટમાં સુરત આવીને લિંબાયત વિસ્કારમાં રહેતો હતો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીઓની ઘટના સામે આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્વેલન્સ સહિત પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતુ. જેના કારણે તેમને આ ચોરને પકડવામાં સફળતા મળી હતી.ઓરિસ્સાથી ફ્લાઈટમાં સુરત આવીને 30થી વધુ સ્થળો પર ચોરી કરનારો આરોપી ઝડપાયો
આરોપી છેલ્લા 6 વર્ષથી કરતો હતો ચોરી
આરોપી ગુરખા બીસોઈ વર્ષ 2014થી ચોરી કરતો આવ્યો છે. તેમા પણ ખાસ કરીને સુરત આવીને અવાર-નવાર ચોરી કરતો હતો. પોતાના વતન ઓરિસ્સાથી તે અનેક વખત ફ્લાઈટમાં પણ આવતો હતો. તેની મોડસ ઓપરેન્ડીમાં તે ઔદ્યોગિક વિસ્તારને નિશાન બનાવતો હતો. એટલું જ નહીં સાંજના સમયે પોતાના રૂમમાં જમીને ચોરીના પૈસેથી ખરીદેલા મોપેડ પર ઔદ્યોગિક વિસ્તારમાં જઈને રેકી કરતો હતો. મોડીરાત્રે ઔદ્યોગિક કારખાનાઓ બંધ થયા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશતો હતો અને ડ્રોવરના લોક તોડીને રોકડા સહિત સાડીઓ અને અન્ય માલ-સામાનની ચોરી કરીને સવારના 4 વાગ્યા સુધીમાં ફરાર થઈ જતો હતો.
Last Updated : Feb 26, 2021, 1:37 PM IST