- સાંસારીક જીવનનો કર્યો ત્યાગ
- લાલન પરિવારની રેન્સિ કુમારીએ રેન્સી કુમારીએ દીક્ષા માટે પ્રયાણ કર્યો
- સવારે 6:10 વાગે મુમુક્ષુ રેન્સી કુમારીને ઓઘો અર્પણ કરાયો
સુરત: શહેરના પાલ વિસ્તારમાં રહેતા લાલન પરિવારની 18 વર્ષીય દીકરી દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. વૈશ્વિક કોરોના મહામારી બાદ સુરત શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં 57 દીક્ષાનો યુગ વર્તી રહ્યો છે. શહેરના બિલ્ડર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જયેશ લાલનની 18 વર્ષની દીકરી રેન્સી કુમારીએ દીક્ષા માટે પ્રયાણ કર્યો છે. આચાર્ય અબયદેવસુરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં લગભગ 2000થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ સાથે રેન્સીની વરસીદાન યાત્રા પણ નીકળી હતી.
જૈન-અજૈન બિલ્ડરો પધાર્યા
સવારના 5:30 કલાકે દીક્ષા વિધિનો પ્રારંભ થયો તથા સવારે 6:10 વાગે મુમુક્ષુ રેન્સી કુમારીને ઓઘો અર્પણ થયો હતો. આ પ્રસંગે સુરત શહેરના વિવિધ નામી જૈન-અજૈન બિલ્ડરો પધાર્યા અને દીક્ષાના ચડાવામાં લાભ લીધો હતો રેન્સી કુમારીનું મુમુક્ષુ નામકરણ વિધિમાં નૂતન દીક્ષાથી પૂ.સા.શ્રી.તત્ત્વાગપૂર્ણ શ્રી જી મસા થયું હતું.