ETV Bharat / city

શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના

માર્ચથી ટેકસટાઈલ અપગ્રેડેશન ફંડની યોજના (Textile Upgradation Fund scheme) બંધ કરી દેવાતાં ટેક્સટાઈલના ઉદ્યોગકારો દ્વારા રોકાણ પર બ્રેક લાગી ગઈ છે, જેના પગલે ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો મુશ્કેલીઓમાં મુકાયા છે અને રૂ.4500 હજાર કરોડનું રોકાણ અટકી પડ્યું છે. જો કે, નવી નીતિ સરકાર ક્યારે લાગુ કરશે તે અંગે પણ મૂંજવણ છે.

શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના
શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના
author img

By

Published : Jun 15, 2022, 5:04 PM IST

સુરત: ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના (Textile Upgradation Fund scheme) માર્ચથી સરકાર દ્વારા બંધ કરાઈ છે. જેના કારણે છેલ્લા 2 મહિનામાં 3 હજાર મશીનોના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે અને રૂ.4500 હજાર કરોડનું રોકાણ અટકી પડ્યું (Surat textile industry conflict ) છે.

આ પણ વાંચો: કોંગ્રેસ કેમ આટલી ડરી ગઈ છે? એમને EDની નોટીસથી આટલો ડર કેમ લાગે છે :સી.આર.પાટીલ

માર્ચથી ટેકસટાઈલ અપગ્રેડેશન ફંડની યોજના બંધ કરી દેવાતાં ટેક્સટાઈલના ઉદ્યોગકારો દ્વારા રોકાણ (Surat textile investment) પર બ્રેક લાગી ગઈ છે, જેના પગલે ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ કારો મુશ્કેલીઓમાં મુકાયા છે. નવી નીતિ સરકાર ક્યારે લાગુ કરશે તે અંગે પણ મૂંજવણ છે. સમગ્ર દેશના સૌથી મોટા ટેક્ષટાઇલ ઉધોગના ક્લસ્ટર ગણાતા સુરત શહેર અને આસપાસના ઔધોગિક વિસ્તારમાં સૌથી વધુ માળખાગત મૂડીરોકાણ કાપડ ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને તેની મશીનરીમાં થઇ રહ્યું છે.

25 ટકા જેટલી રકમની સબસડી: તા.31મી માર્ચ 2022ના રોજ ટફ સ્કીમ બંધ થઈ છે. નવી ટેક્ષટાઇલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ સ્કીમ (TTDS) અમલમાં મૂકાવાની છે. જેમાં કુલ મૂડીરોકાણના 25 ટકા જેટલી રકમની સબસડી મળવાની છે. તેવું જાણીને સુરતમાં નવી મશીનરી, નવા કારખાનાઓ કે ટેકેનોલોજી અપગ્રેડ કરવા ઇચ્છતા કાપડ ઉત્પાદકોએ ફેબ્રુઆરીથી જ નવા પ્રોજેક્ટની ફાઇલોને અટકાવી દીધી હતી. કેન્દ્ર સરકારની ટીટીડીએસ સ્કીમમાં વધુ લાભ મળશે તેવી આશાએ બેઠેલા કારખાનેદારો હવે દિશાવિહીન પરિસ્થિતિમાં આવી ગયા છે.

આ પણ વાંચો: રાહુલનું ઓપરેશન રેસ્ક્યુ પૂર્ણઃ 106 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢી દવાખાનામાં હાલ હળવો તાવ

સુરતના ઉદ્યોગકાર મયુર ગોળવાળાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ટફ સ્કીમ બંધ થવાની વિકલ્પ રૂપે ટીટીડીએસના અમલ કે તેની કોઇ જ ઘોષણા કરી નથી. જેના કારણે બ્લેક આઉટ પિરિયડ શરૂ થઈ ગયો છે, જેના કારણે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ પણ અટકી ગયું છે. દર મહિને આ સ્કીમ હેઠળ 1500 મશીનરી ખરીદાતી હતી. કરોડો રૂપિયા અટકી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.